કોરોના વાયરસ મહામારી વચ્ચે ડીસાના ધારાસભ્યના જન્મદિવસની અનોખી ઉજવણી : સરકારી હોસ્પિટલોમાં 200 ઓક્સિજન બોટલ અર્પણ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-18 11:20:22
  • Views : 371
  • Modified Date : 2021-05-18 11:25:05

     સામાન્ય રીતે મોટાભાગના નેતાઓ કે આગેવાનો પોતાના જન્મદિવસ મોટા મોટા તાયફઓ કરી લાખ્ખો રૂપિયા ના નાણાં નો વ્યય કરતા હોય છે પરંતુ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ આજે તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી કોરોના મહામારી ના સમયમાં ડીસા પંથકમાં અનેક કોરોના ગ્રસ્ત દર્દીઓ અને તેમના સગાઓને ઓક્સિજન માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઓક્સિઝન વગર અનેક દર્દીઓ હેરાન થઈ ગયા હતા ત્યારે ડીસાના ધારાસભ્ય તેમના મત વિસ્તારના લોકોની સુખાકારી માટે અને સ્વાસ્થ્યની ચિંતા કરી 200 ઓક્સિઝન બોટલ સરકારી હોસ્પિટલોમાં આપી છે.

     ડીસા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,  સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત નાના-મોટા તમામ આરોગ્ય કેન્દ્રમાં 200 ઓક્સિઝન બોટલોની સહાય આપતા હવે દર્દીઓને ઓક્સિઝન બોટલ માટે હેરાન થવું નહીં પડે , આ અંગે ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે આ તેમની નૈતિક જવાબદારી છે અને એટલે તેમણે તેમના જન્મ દિવસે ધારાસભ્ય ની દોઢ કરોડ ની ગ્રાન્ટમાંથી 200 ઓક્સિઝન બોટલ સરકારી હોસ્પિટલમાં આપી લોકો ને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે.

     હાલમાં બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે કોરોના વાયરસની મહામારી વધી રહી છે તેના કારણે અનેક કોરોના દર્દીઓ સામે આવ્યા છે.ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુરમાં કોરોના દર્દીઓ સૌથી વધુ સામે આવ્યા હતા.ડીસામાં પણ લોકોના વધેલા સંક્રમણના કારણે અનેક કોરોના દર્દીઓ સામે આવ્યા હતા.કોરોના વાયરસની મહામારીમાં સૌથી વધુ લોકોને ઓક્સિજનની જરૂરિયાત પડી હતી. તેવા સમયે આજે ડીસાના ધારાસભ્યએ પોતાના જન્મ દિવસ નિમિત્તે 200 બોટલ ઓક્સિજનની આપવામાં આવી હતી.આ તમામ ઓક્સિજનની બોટલ ડીસા તાલુકામાં આવેલી તમામ સરકારી હોસ્પિટલમાં આપવામા આવશે જેનાથી કોરોના દર્દીઓને સમયસર ઓક્સિજન મળી રહેશે.

 

Download Our B K News Today App



Related News