બનાસકાંઠામાં ડીસા નગરપાલિકાની મહિલા સદસ્યનું મકાન સીલ કર્યું હોવાની ઘટના સામે આવી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-25 13:22:56
  • Views : 4534
  • Modified Date : 2021-09-25 13:22:56

    ` ડીસાની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા અને નગરપાલિકા ના અપક્ષ મહિલા સદસ્ય મધુબેન શ્રવણભાઈ કેલા નું મકાન સીલ કરી દેવાયું છે. ડીસાની સરદાર મંડળીમાંથી 11 વર્ષ અગાઉ મહિલા સદસ્ય ના પતિ શ્રવણભાઈ 8.80 લાખ રૂપિયાની લોન લીધી હતી, બાદમાં આ મંડળીએ ઉઠમણું કર્યું હતું,  જોકે બાકીદારોને મંડળી દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી હતી તેમ છતા તેનો અનાદર કર્યો હતો. આ અંગેનો કેસ ડીસાની નામદાર કોર્ટમાં ચાલી જતાં બાકીદાર નું મકાન કરવાનો હુકમ કર્યો હતો. નામદાર કોર્ટ ની સુચના અનુસાર બેલીફ પી એસ વોરા પોલીસ સ્ટાફ સાથે મિલકત સીલ કરવા માટે પહોંચ્યા હતા. જોકે ઉશ્કેરાઈ ગયેલા મિલકત માલિક મહિલા સદસ્યએ નામદાર કોર્ટ ની કામગીરીમાં રૂકાવટ કરી હતી અને બેલીફ સામે લૂંટનો ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી જેથી બેલીફ પી એસ વોરાએ મહિલા સદસ્ય મધુબેન કેલા,  તેમના પતિ શ્રવણકુમાર કેલા અને પુત્ર ધવલ કેલા સહિત ત્રણ સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ડીસા નગરપાલિકાના મહિલા સદસ્ય નું મકાન સિલ થતા અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

Download Our B K News Today App



Related News