ડીસામાંથી ગેરકાયદેસર વેચાતું લાખો રૂપિયાનું બાયોડીઝલ ઝડપાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-08 11:01:44
  • Views : 351
  • Modified Date : 2021-05-08 11:01:44

     બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે જેના કારણે રોજેરોજ બનાસકાંઠા જિલ્લામાં અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક ડુબલીકેટ વસ્તુઓ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે મોટાભાગના વેપારીઓ ખરીદી કરવા માટે ડીસા શહેરમાં આવતા હોય છે રાજસ્થાનથી પણ સૌથી સૌથી વધુ ખરીદી માટે ડીસા શહેરમાં આવતા હોય છે જેને લઇને ડીસાના વ્યાપારીઓ દ્વારા મોટાભાગે તમામ વસ્તુઓ ડુપ્લીકેટીગ કરતા હોય છે. અગાઉ પણ પોલીસ દ્વારા બાતમીના આધારે અનેક વાર લાખો રૂપિયાનો ગેરકાયદેસર માલ ઝડપી પાડવામાં આવે છે. ત્યારે ગેરકાયદેસર અને ડુપ્લીકેટ વસ્તુઓનું વેચાણ કરતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકી શકે તેમ છે.

     ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પી.આઇ. વાય.એમ. મિશ્રા સહિતની ટીમે ડીસા પાલનપુર હાઈવે પર પ્રાઇમ હોટલ પાછળના વિસ્તારમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાતું હોવાની માહિતીના આધારે ઓચિંતી રેડ કરી હતી. જ્યાં હિંમતલાલ સેવકરામ ઠક્કરના ગોડાઉનમાંથી ગેરકાયદેસર બાયોડીઝલ મળી આવ્યું હતું. પોલીસે તુરંત મામલતદાર ઓફિસે જાણ કરતા ડીસા શહેર મામલતદાર લાલજીભાઈ મકવાણા, સર્કલ ઓફિસર ડી.એચ. પાટડીયા,ક્લાર્ક  કુંદનસિંહ ચાવડા સહિત ટીમે દોડી જઇ કુલ બાયોડીઝલ ભરેલા 54 મોટા બેરલ અને 17 કેરબા મળી 10590 લીટર બાયો ડીઝલ નો જથ્થો સિઝ કર્યો હતો. તેમજ બાયો ડીઝલ અને કાર સહિત કુલ  જેની કિંમત રૂપિયા 10.77 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યારે ગોડાઉન માલીક હિંમતલાલ સેવકરામ ઠક્કર સામે આવશ્યક ચીજવસ્તુ ધારા અને પેટ્રોલિયમ એક્ટ મુજબ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News