બનાસકાંઠામાં પ્રથમ રાઉન્ડમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી..પરંતુ બીજી વાર હજુ સમયસર વરસાદ ના થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-05 11:58:01
  • Views : 316
  • Modified Date : 2021-07-05 11:58:01

     ચોમાસુ સમય દરમિયાન વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે ત્યારે પંદર દિવસ પહેલા વરસાદ પડતાં ઘણા ખેડૂતોને ઉનાળુ સીઝનનો બગાડ કર્યો હતો ત્યારે ઘણા ખેડૂતોએ ચોમાસુ સીઝનની વાવણી કરી નાખી હતી પરંતુ બીજા રાઉન્ડમાં વરસાદ ના આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે..નવુ ચોમાસુ વાવેતર કરનાર ખેડૂતો અત્યારે વરસાદની કાગડોળે રાહ જોઈ બૈઠા છે જ્યારે જે ખેડૂતોએ પહેલા રાઉન્ડમાં ખેતીની વાવણી કરી છે તેવા ખેડૂતોના પાક મૂર્જાવા લાગ્યા છે...જ્યારે બંને બાજુ નુકસાન થઈ રહ્યું છે જ્યારે અષાઢ મહિનો પણ બેસવાની તૈયારીમાં છે ત્યારે હજી સુધી હવામાન વિભાગની પણ કોઈ આગાહી કરવામાં આવી નથી ત્યારે આગામી સમયમાં વરસાદ નહિ આવે તો ખેડૂતોની ચિંતામાં વધારો થશે.

     જે વિસ્તારમાં ભૂગર્ભ જળ વ્યવસ્થા છે તે વિસ્તારમાં ખેડૂતોએ પીયત આપી વાવેતરના શ્રીગણેશ કર્યા છે..ત્યારે જે વિસ્તારમાં પાણી તંગી સર્જાઈ રહી છે..તેવા વિસ્તારમાં ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ બૈઠા છે તેમજ પહેલા વાવેતર કર્યા છે તેવા ખેડૂતોના પાક મુર્જાવા લાગ્યા છે.

     હાલમાં તો અમુક વિસ્તારમાં ભૂગર્ભ જળ છે પરંતુ દિવસને દિવસે ભૂગર્ભ જળ ઘટતું જાય તે પ્રમાણે આવનાર સમયમાં પણ વરસાદ વગર ભવિષ્યમાં ભૂગર્ભ જળ માટે ખતરો ઉભો થશે તેમજ ચોમાસામાં પણ ભૂગર્ભ જળથી ખેતી કરવી પડશે તો આવનાર સમયમાં પાણીના તળ ઊંડા જસે.

Download Our B K News Today App



Related News