ડીસામાં ઓક્સિજનની અછત વચ્ચે રાજુભાઈ શાહની અનોખી સેવા : કોઈપણ જાતના નફા વગર ઓક્સિજન સિલિન્ડર પૂરા પાડવા લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-06 11:27:08
  • Views : 2047
  • Modified Date : 2021-05-06 11:27:08

     સમગ્ર ગુજરાતમાં હાલ કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. વધતા જતા કોરોના વાઇરસના કેસને કારણે હાલમાં કોરોના દર્દીઓને સારવાર ન મળતાં મોત નિપજ્યા હોવાના સમાચાર સામે મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લામાં પણ હવે કોરોના વાઇરસ બેકાબૂ બન્યો છે અને સૌથી વધુ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓ ડીસા અને પાલનપુરમાં સામે આવી રહ્યા છે. વધતા જતા કોરોના વાઇરસના કેસને કારણે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઇ રહી છે. જેના કારણે સતત ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. આ અછતના કારણે અત્યાર સુધી અનેક દર્દીઓના મોત પણ નિપજી ચૂક્યા છે. ડીસામાં પણ હવે કોરોના વાઇરસ બેકાબૂ થઈ ચૂક્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

      સતત ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે એક બાદ એક કોરોના દર્દીઓના મોત નીપજી રહ્યા છે.સતત વધી રહેલા કોરોના દર્દીઓના કારણે હાલ લોકોને સૌથી વધુ જરૂરિયાત ઓક્સિજનની હોય છે. લોકો ઓક્સિજન મેળવવા માટે ઓક્સિજન પ્લાન્ટ પર કલાકો સુધી લાઈનોમાં ઉભા રહે છે.24 કલાક પ્લાન્ટ પર લોકોની અવાર જવર રહે છે.ત્યારે આવા સમયે લોકોને સમયસર ઓક્સિજન મળી રહે તો આવનાર સમયમાં અનેક લોકોના જીવ બચી શકે તેમ છે.

      ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અત્યારે કોરોનાનો રાફડો ફાટયો છે તેવામાં સૌથી વધુ કોરોના ના દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય છે અને જો સમયસર ઓક્સિજન ન મળતા  અનેક દર્દીઓ મોતને ભેટયા છે તેવામાં ડીસામાં ઓક્સિજન સપ્લાયર તરીકે કામ કરતા રાજુભાઇ શાહ અત્યારે લોકોને ઑક્સિજન પૂરો પાડવા માટે દિન રાત મહેનત કરે છે અને કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા અદા કરી રહ્યા છે રાજુભાઈ શાહને રોજના ૩૦૦ થી પણ વધુ ફોન કોલ્સ આવે છે તમામ લોકો એકમાત્ર ઓક્સિજનની માંગ કરતા હોય છે અત્યારે ઓક્સિજનની અછત હોવાના કારણે તમામ લોકોને ઓક્સિજન પૂરો પાડવો એ પણ એક મોટી સમસ્યા છે તેવામાં રાજુભાઇ શાહ દર્દીઓની સારવાર માટે ઓક્સિજન મળી રહે તે માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે.રાજુભાઈ શાહ સવારે છ વાગ્યાથી રાતના ચાર વાગ્યા સુધી સતત તેઓ ઓક્સીજન લઈ દરેક હોસ્પિટલ હોસ્પિટલ ફરી અને ઓક્સિજન સિલિન્ડર પહોંચાડી રહ્યા છે.

     અત્યારે ઓક્સિજનની અછત હોવાના કારણે અનેક જગ્યાએ કાળા બજાર થતાં તેના ભાવ વધી ગયા છે પરંતુ રાજુભાઈ એજ જૂના ભાવે અત્યારે ઓક્સિજનના સિલિન્ડરો ગ્રાહકોને આપી રહ્યા છે રાજુભાઇ શાહ ની કામગીરી ને લોકો એક સાચા કોરોના વોરિયર્સ તરીકે આવકારી રહ્યા છે. સતત વધતા જતા કોરોના વાયરસના કેસના કારણે ઓક્સિજન પૂરો પાડવા માટે રાજુભાઈ જાતે જ પાલનપુર ખાતે જઈ અને લાઈનોમાં ઉભા રહે છે. તો બીજી તરફ સતત હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સેવા કરતા હોવાના લીધે રાજુભાઈ પોતાના પરિવારથી પણ દૂર રહે છે જેના કારણે પોતાનો પરિવાર સુરક્ષિત રહે.આજે જ્યાં લોકો કોરોના વાયરસની મહામારીમાં સેવા કરવી તો દૂર પરંતુ ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે ત્યારે આવા સમયે ખરેખર રાજુભાઈ શાહની આ સેવા પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.
     
    જે
પ્રમાણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઇ હાલમાં લોકોને સૌથી વધુ ઓક્સીજનની જરૂરિયાત પડી રહી છે ત્યારે આવા સમયે લોકો દર્દીઓનો લાભ ઉઠાવી ઓક્સિજન આપવામાં કાળા બજારી કરી રહ્યા છે આજે પણ લોકો ઓક્સિજન જરૂરિયાત લોકો સુધી પહોંચાડવા માટે મોટા ભાવ લઈ રહ્યા છે ત્યારે આવા સમયે ડીસાના ત્રણ હનુમાન મંદિર પાસે ઓક્સિજન સપ્લાયર તરીકે ફરજ બજાવતા રાજુભાઇ શાહ ની અનોખી સેવાથી લોકો પણ તેમની પ્રશંસા કરી રહ્યા છે.
 
      જ્યારથી કોરોનાકાળમાં ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઇ છે ત્યારથી રાજુભાઇ શાહ એક જ ભાવમાં ઓક્સિજન દર્દીઓ સુધી પહોંચાડી રહ્યા છે 24 કલાક પોતાની દુકાન ખુલ્લી રાખી અને રાજુભાઈ તેમની દુકાન પર આવેલા તમામ લોકોને ઓક્સિજન પૂરો પાડી રહ્યા છે ત્યારે આ બાબતે અહીં ઓક્સિજન ની બોટલ લેવા આવેલા દર્દીના સગાએ જણાવ્યું હતું કે જે પ્રમાણે લોકો હાલમાં કોરોના દર્દીઓ પાસે ઓક્સિજન ની બોટલ પહોંચતા સમયે ઊંચા ભાવ લઈ રહ્યા છે તેની સામે રાજુભાઇ શાહ માત્ર ઓક્સિજનનો જે ભાવ ચાલતો હોય તે ભાવે છે ઓક્સિજન આપી રહ્યા છે.ત્યારે અન્ય લોકો પણ તેમની આ સેવા થકી લોકોને ઓક્સિજન પૂરો પાડે તેવી અપીલ કરી હતી.

Download Our B K News Today App



Related News