બનાસકાંઠા જિલ્લામાં જ્યાં દર ચોમાસામાં ભારે વરસાદમાં બાળકો જીવ ના જોખમે અભ્યાસ માટે શાળા માં જવા મજબુર બન્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-04 11:50:29
  • Views : 254
  • Modified Date : 2022-08-04 11:50:29


અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદીના આજુબાજુના ગામોમાં વસવાટ કરતા પરિવારના બાળકોને અભ્યાસ મેળવવા માટે સરકાર દ્વારા કાકવાડા ગામમાં ધોરણ 1 થી 8 સુધીની સ્કૂલ બનાવવામાં આવેલી છે..પરંતુ દર વખતે ચોમાસામાં 206 બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બને છે..જ્યારે વરસાદી માહોલ સર્જાય અને નદીમાં પાણીનું ઓછું વહેણ ચાલતું હોય ત્યારે બાળકોને અભ્યાસ કરવા માટે નદીના વહેણમાંથી માથે ચોપડા ઉપાડી પસાર થવું પડે છે.પરંતુ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય ત્યારે બાળકોને ભણતર વગર રહેવા મજબુર બનવું પડે છે. સમસ્યા વર્ષો થી ચોમાસાની ઋતુ દરમિયાન સર્જાય છે પરંતુ આજ દિન સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવતો ના હોવાથી બાળકો સહિત નદી પાર વસવાટ કરતા પરિવારને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે.


ગુજરાત સરકારના ભણશે ગુજરાતના દાવાઓમાં કેટલી સત્યતા છે .તેની નર્વી વાસ્તવિકતા જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં જ્યાં દર ચોમાસામાં ભારે વરસાદમાં બાળકો જીવ ના જોખમે અભ્યાસ માટે શાળા માં જવા મજબુર બન્યા છે. જ્યારે ભારે વરસાદ આવે અને વચ્ચે આવતી બનાસ નદી જો ચાલુ થઈ જાય તો બાળકો અભ્યાસ છોડવાનો વારો આવી શકે છે..કાકવાડા પ્રાથમિક શાળામાં નદીની આસપાસ વિસ્તારમાંથી બાળકો અભ્યાસ માટે આવે છે જે તમામ બાળકોને નદીમાં વહેતા પાણી માંથી પસાર થવું પડે છે..જ્યારે ગ્રામ જનો જણાવ્યું હતું કે, કાકવાડા ગામ નજીક બનાસનદી ના પટમાં કોઝવે કે પછી નાળું બનાવવા માટે તંત્ર સહિત રાજકીય નેતાઓને અનેક વખત રજુઆત કરેલી છે પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો હોવાથી દર વર્ષે ચોમાસાની ઋતુમાં બાળકો તેમજ સ્થાનિકોને જીવના જોખમે નદી માંથી પસાર થવું પડે છે...


 ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકા ના કાકવાડા ગામ નજીક નાળું અથવા કોઝવે માટે તંત્ર સહિત રાજકીય નેતાઓ અનેક વાર ચૂંટણી સમય વચનો આપ્યા છે પરંતુ તમામ વચનો આજે પોકળ સાબિત થતા જણાઈ રહ્યા છે.તેમજ દર ચોમાસામાં બાળકો જીવ ના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે..ત્યારે બાળકો ના અભ્યાસ માટે  સરકાર કયારે ભણશે  ગુજરાત ને સાચા અર્થમાં બદલશે કે વિદ્યાર્થીઓ નું ભાવિ બગડશે તેવું ગ્રામજનો નું માનવું છે


Download Our B K News Today App



Related News