સરકારે ધારાસભ્યની ગ્રાન્ટ રિલીઝ ન કરતા વડગામના ધારાસભ્યએ ઓક્સિજન પ્લાન્ટ લગાવવા રસ્તા પર ફંડ એકત્ર કર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-06 11:36:56
  • Views : 246
  • Modified Date : 2021-05-06 11:36:56

     વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે ભીખ માંગતા નજરે પડ્યા. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો આક્ષેપ છે કે ગુજરાત હાઇકોર્ટમાં તમને આ મામલે પિટિશન દાખલ કરી છે. તેમનો સરકાર સામે આક્ષેપ છે કે ગુજરાતના 182 જેટલા ધારાસભ્યની ગ્રાન્ટ કોરોના જેવા કપરા કાળમાં સરકારે રોકી રાખી છે. જેના કારણે પોતાના મતવિસ્તારના લોકોને તેઓ મદદ કરી શકતા નથી. વડગામ મત વિસ્તારમાં અનેક લોકો કોરોના મહામારીમાં ઓક્સિજનની અછત ના કારણે મોતને ભેટી રહ્યા છે. જેથી પોતાના વિસ્તારના લોકોને મોતના મુખમાંથી બચાવવા અને ઓક્સિજન પ્લાન્ટ વડગામ વિસ્તારમાં કાર્યરત કરવા માટે આજે પોતાના સમર્થકો સાથે તેમણે પાલનપુરના એરોમા સર્કલ પર લોકો પાસેથી ફાળો એકત્ર કરતા નજરે પડ્યા.

     જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે હાલમાં ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે.બીજી તરફ વધતા જતા કોરોનાવાયરસ ના કેસ ના કારણે અત્યારે દર્દીઓને સૌથી વધુ ઓક્સિજન અને ઇન્જેક્શન ની જરૂરિયાત પડી રહી છે પરંતુ જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં કોરોના દર્દીઓ વધી રહ્યા છે તે પ્રમાણે અનેક જિલ્લાઓમાં હાલ પરિસ્થિતિ બેકાબૂ બનતી જાય છે સતત બગડી રહેલી પરિસ્થિતિના કારણે હાલ વારંવાર ઓક્સિજન અને ઇન્જેક્શન ની અછત સર્જાઇ રહી છે હાલમાં મોટાભાગના તાલુકાઓમાં ધારાસભ્યો અને વિવિધ સંગઠનો દ્વારા પોતાના સ્વખર્ચે ફંડ એકત્રિત કરી લોકોને ઑક્સિજન પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યાર સુધી અનેક ધારાસભ્યોએ ઓક્સિજન ની અછત પૂરી થાય તે માટે પોતાના સ્વખર્ચે ઓક્સિજન માટે સહાય આપી છે તો બીજી તરફ સરકાર દ્વારા હાલમાં ધારાસભ્યોની ગ્રાન્ટ બંધ કરી દેતા હવે ધારાસભ્યોએ રસ્તા પર ફંડ એકત્રિત કરવાની ફરજ પડી રહી છે.

     અગાઉ પર વાવ થરાદ જેવા ગ્રામીણ વિસ્તારોના ધારાસભ્યોએ સ્વખર્ચે ઓક્સિજન માટે હાય આપી હતી જેના કારણે અનેક કોરોના દર્દીઓને સમયસર ઓક્સિજન મળ્યો હતો ત્યારે હજુ પણ આગામી સમયમાં પરિસ્થિતિ ગંભીર થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ હોસ્પિટલો પર સમયસર ઓક્સિજન પૂરો પાડવામાં આવે તેઓ લોક માંગ છે.

Download Our B K News Today App



Related News