બનાસકાંઠા જિલ્લામાં અવિરત મેઘમહેર, વડગામમાં પોણા ઇંચ ખાબક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-08 14:02:47
  • Views : 281
  • Modified Date : 2022-07-08 14:02:47

 

હવામાન વિભાગની આગાહીની પગલે જિલ્લામા ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ

હવામાન વિભાગની આગાહીને લઇ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધીમીધારે અવિરત મેઘમહેર થઇ રહી છે. જિલ્લામાં એવરેજ 21.97 ટકા વરસાદ નોંધાયો છે. જેને લઈ ખેડૂતો વરસાદી સીઝન ખેતી કરવાનું શરૂ કર્યું છે. વડગામમાં છેલ્લા 24 કલાકમાં પોણા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

 

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો અમીરગઢમા 01 MM, કાંકરેજમા 13 MM, ડીસામાં 01 MM, થરાદમાં 05 MM, દાંતામા 07 MM, દાંતીવાડામા 06 MM, દિયોદરમા 20 MM, પાલનપુરમા 24 MM, ભાભરમા 19 MM, લાખણીમા 02 MM, વડગામમા 40 MM અને સુઈગામમા 10 MM વરસાદ નોંધાયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે, હજુ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News