બનાસકાંઠા જિલ્લામાં પણ પડતર માગણીઓને લઈ તમામ તલાટીઓ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-03 11:45:22
  • Views : 239
  • Modified Date : 2022-08-03 11:45:22


બનાસકાંઠા જિલ્લામાં પણ પડતર માગણીઓને લઈ આજથી તમામ તલાટીઓ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને જ્યાં સુધી તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારતા હવે ગ્રામ પંચાયતોમાં લોકોના વહીવટી કામ અટકી પડે તેવી સ્થિતિ સર્જાય છે . . 


બનાસકાંઠા જિલ્લામાં આજથી તમામ તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. છેલ્લા ઘણા સમયથી 2004 માં નોકરીમાં જોડાયા હોય તેવા તમામ તલાટીઓની નોકરી સળંગ ગણવી સહિતની પડતર માગણીઓને લઈ તલાટી મંડળે વારંવાર સરકારમાં રજૂઆત કરી હતી તેમ છતાં પણ હજુ સુધી તેમની સમસ્યાઓનો કોઈ જ ઉકેલ ન આવતા આખરે  કંટાળેલા તલાટીઓ આજ થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. ડીસા તાલુકામાં કુલ 120 ગ્રામ પંચાયતોમાં 70 જેટલા તલાટીઓ ફરજ બજાવે છે તે તમામ તલાટીઓ આજથી હડતાલ પર ઉતરતા હવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોના દાખલા કઢાવવા સહિતના વહીવટી કામો અટકી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જોકે તલાટીઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગા સિવાયની તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને જ્યાં સુધી તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેમની હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે, ઉલ્લેખ છે કે અત્યારે પશુપાલન પર નિર્ભર બનાસકાંઠા જિલ્લામાં પણ લંપી વાયરસનો કહેર વરસી રહ્યો છે અને અત્યાર સુધી કુલ 63 પશુઓના મોત થયા છે ત્યારે આવી સ્થિતિમાં તલાટીઓની હડતાલના કારણે ગ્રામીણ વિસ્તારના લોકોને વધુ મુશ્કેલી વેઠવી પડે તો નવાઈ નહીં. જે અંતર્ગત ડીસા તાલુકાના રાણપુર ગામે પણ આજે તલાટી હડતાલ પર ઉતરી જતા લોકોએ ભારે હલાકીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને ઉતારા અને વિદ્યાર્થીઓ દાખલા લેવા માટે ગ્રામ પંચાયત પર પહોંચ્યા હતા પરંતુ તલાટી હાજર ન હોવાના કારણે પરત પહોંચવું પડ્યું હતું. જેથી વિદ્યાર્થીઓમાં પણ નારાજગી જોવા મળી હતી

Download Our B K News Today App



Related News