બનાસકાંઠા જિલ્લામાં 23 કરોડના ખર્ચે દાંતીવાડાથી સીપુ સુધી નાંખવામાં આવેલી પાઇપલાઇનના કારણે પાણીની સમસ્યા દૂર થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-29 11:30:30
  • Views : 606
  • Modified Date : 2021-10-29 11:30:30

 

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં જોઈએ તેવો વરસાદ થયો હતો જેના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં નહિવત વરસાદ ના કારણે વર્ષે જિલ્લાના જીવાદોરી સમાન ત્રણે જળાશયોમાં પાણીની આવક થઇ હતી જેના કારણે જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશય આધારિત અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે તેમાંય વળી બનાસકાંઠા જિલ્લાના સીપુ ડેમમાં તો વર્ષે એના જેવી પાણીની આવક થઇ હતી જેના કારણે ડેમના પાણી આધારિત આજુબાજુના અનેક ગામોમાં ખેતી અને પીવા માટે પાણી મળી શકે તેમ હતો જેના કારણે પાણીની તંગી સર્જાવાના એંધાણ જોવા મળી રહ્યા હતા તરફ જિલ્લામાં પણ નહિવત વરસાદ ના કારણે સૌથી મોટી પાકને જીવતદાન આપવા માટે મુશ્કેલી જોવા મળી રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

 

- ડેમમાં પાણી નાખવા માટે રજૂઆત

 

    બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી જોઈએ તેવો વરસાદ પડ્યો નથી જેના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ માં પાણી વગર તળિયા દેખાવા લાગ્યા છે ચાલુ વર્ષે પણ ચોમાસામાં જોઈએ તેવો વરસાદ થતા સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થઇ નથી જેના કારણે ડેમના આધારિત અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. બાબતે જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં પાણી નાખવા માટે ખેડૂતોએ ને સ્થાનિક લોકોએ અનેક વાર સરકારમાં રજૂઆત કરી છે તેમ છતાં પણ માત્ર નામ પૂરતું પાણી ડેમમાંથી છોડવામાં આવે છે જેથી ખેડૂતો માં ભારે નારાજગી જોવા મળી રહી છે જ્યારે ચાલુ વર્ષે પણ ચોમાસુ નિષ્ફળ જતા જિલ્લાના જળાશયો તળિયાઝાટક દેખાઈ રહ્યા છે જેના કારણે આવનારા સમયમાં પાણીનું મોટું સંકટ સર્જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

 

- દાંતીવાડા ડેમ સીપુ ડેમ સુધી પાઈપલાઈન નાંખવાનું કામ શરૂ

 

બનાસકાંઠા જિલ્લામાં વર્ષે નિહવત વરસાદના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા હતા. જેના કારણે સીપુ ડેમ ખાલીખમ રહ્યો હતો. નવું પાણી આવતા સીપુ ડેમ આધારીત પીવાનું પાણી મેળવતા વિસ્તારમાં મુશ્કેલી સર્જાઈ હતી. વરસાદી સિઝન પૂરી થઈ ગઈ છે અને તે વચ્ચે એક વર્ષ પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી તે મોટો સવાલ હતો. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠાના મુખ્ય જળાશય દાંતીવાડા થી સીપુ સુધી પીવાના પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી. જે પાઇપલાઇનમાં આજથી પાણીની શરૂઆત થઈ ગઈ છે. વિસ્તારમાં પાણીની સમસ્યા સૌથી મોટી હતી. ત્યારે દાંતીવાડા ડેમ નું પાણી સીપુ સુધી પહોંચતાં પીવાના પાણીની સમસ્યા દૂર થશે. વરસાદમાં નવું પાણી આવતા પીવાના પાણીની તંગી સર્જાઈ હતી. જે મામલે યુદ્ધના ધોરણે વહીવટી તંત્ર તેમજ પાણી પુરવઠા વિભાગે પાઇપલાઇન કામગીરી હાથધરી હતી.

 

- દાંતીવાડા ડેમ નું પાણી સીપુ વોટર પ્લાન્ટ સુધી નાખવામાં આવશે

 

23 કરોડના ખર્ચે દાંતીવાડા ડેમ થી સીપુ વોટર પ્લાન્ટ સુધી 21 કિલોમીટર લાંબી પાઇપલાઇન ની કામગીરી માત્ર એક માસના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવી છે. જે કામગીરી પૂર્ણ થતા આજે દાંતીવાડા ડેમ નું પાણી સીપુ વોટર પ્લાન્ટ સુધી પહોંચ્યું છે. પાઈપ લાઈનનું કામકાજ પૂર્ણ થતા દાંતીવાડા ડેમમાંથી સીપુ મા પાણી આપવામાં આવશે જેનાથી સીપુ ડેમ ના પાણી ના આધારિત અનેક ગામને પીવા માટે પાણી મળી રહેશે ખાસ કરીને આવનારા સમયમાં પીવા માટે ની કોઈ મોટી તકલીફ ઊભી થાય અને લોકોને ટેન્કરો મારફતે પાણી આપવું પડે તે માટે ખાસ પાઇપલાઇન નાંખવામાં આવી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આવનારો સમયે પાઈપ લાઈનનું કામકાજ પૂર્ણ થતાની સાથે સીપુ ડેમ આધારિત અનેક કામો ને પીવા માટે પાણી મળી રહેશે.

 

Download Our B K News Today App



Related News