બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-24 13:14:39
  • Views : 350
  • Modified Date : 2021-06-24 13:14:39

     બનાસકાંઠા જિલ્લામાં સંભવિત કોરોના ની ત્રીજી લહેર ને પહોંચી વળવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્રારા જિલ્લાના તમામ 14 તાલુકામાં ત્રણ તબીબ અને બે નર્સની ટિમો બનાવાઈ છે જેમાં એક પીડિયાટ્રીસ્ટ તબીબનો સમાવેશ કરાયો છે આ ટિમોને હાલ વેલ્ટીનેટર સહિતની સારવાર અંગે તાલિમ આપવામાં આવી રહી છે તેમજ જિલ્લામાં હાલ ઓક્સિજન બેડ 1500 છે જેમાં વધારો કરી ને 2500 કરવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે જોકે જિલ્લામાં હાલ 9 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને જે તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ નથી ત્યાં વધુ પાંચ પ્લાન્ટ ઉભા કરવામાં આવશે અને કોરોના ટેસ્ટિંગ માટે લેબ ટેક્નિશીયનમાં વધારો કરાશે જોકે હાલ જિલ્લા માત્ર મોરીયા બનાસ મેડિકલ કોલેજ અને સરદાર કૃષિ યુનિવર્સિટીમાં કોરોનાનું ટેસ્ટીગ થાય છે ત્યારે ટેસ્ટિંગ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ડીસા અને થરાદમાં કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે જોકે કોરોનાની ત્રીજી લહેરથી નાના બાળકોને બચાવવા માટે જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં ચાલતી ઓપીડીમાં નાના બાળકોને કોરોનાના લક્ષણ જણાય તો તેમના ટેસ્ટ કરાવી દેવા સૂચના આપાઇ હોવાનું જિલ્લા એપેડેમીક અધિકારી ડો.નરેશ ગર્ગે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News