દિયોદર હાઇવે વિસ્તારની બાજુમાં આવેલ રેલવે ટ્રેક પર આજે આધેડે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી પોતાની જીવનલીલા સંકેલી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-20 13:00:46
  • Views : 360
  • Modified Date : 2021-05-20 13:00:46

     બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યાના બનાવમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ક્યારેક પૈસાની લેતીદેતીમાં તો ક્યારેક ઘરકંકાસમાં કારણે તો ક્યારેક જૂની અદાવતના કારણે લોકો હત્યા કે આત્મહત્યા જેવા બનાવને અંજામ આપતા હોય છે ત્યારે આજે એક આધેડે દિયોદર ટ્રેન નીચે પડતું મૂકી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.દિયોદર હાઇવે વિસ્તારની બાજુમાં આવેલ રેલવે ટ્રેક પર આધેડે પડતું મૂકી પોતાની જીવનલીલા સંકેલી હતી..ભુજથી પાલનપુર તરફ જતી માલગાડી નીચે આ આધેડે પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા અને આધેડ કયા વિસ્તારના અને કોણ છે? તે બાબતે તપાસ કરી હતી પરંતુ ચોક્કસ ઓળખ થઇ શકી ન હતી ત્યારે આજે દિયોદરમાં અજાણ્યા આધેડે ટ્રેન નીચે પડતું મૂકી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

Download Our B K News Today App



Related News