બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના પ્રશ્ને નહીં ચાંગા સ્ટેશન પર ધરણા પર બેઠેલા ભેમાભાઇ ચૌધરી ની પાંચ દિવસ બાદ કોર્ટમાં રજૂ કરાતા સ્થાનિકોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-07 10:34:44
  • Views : 287
  • Modified Date : 2022-05-07 10:34:44

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વિવિધ પ્રશ્નોને લઇ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને પાણીના મુદ્દાને લઈને હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે 5 દિવસ પહેલા ખેડૂતોના સમર્થનમાં ચાગા સ્ટેશન પર ધરણા પર બેઠેલા ભેમાભાઇ ચૌધરી ને આજે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી.

 

બનાસકાંઠા જિલ્લો આમ તો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાને લઇ ખેડૂતો ખેતી અને પશુપાલન કરી શકતા નથી જેના કારણે પાણીના મુદ્દાને લઇ ખેડૂતો અને એકવાર આંદોલનનો કરી ચૂક્યા છે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલ દ્વારા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડે નહિતર આવનારા સમયમાં મોટું જળસંકટ સર્જાઈ શકે તેમ છે પરંતુ સરકારને જાણે જિલ્લાના ખેડૂતોની કોઈ કરવાના હોય તે પાણીની સુવિધા કરવામાં આવતી નથી તમામ સમસ્યાઓને લઈને પાંચ દિવસ પહેલા ડીસાના ભેમાભાઇ ચૌધરી ચાંગા સ્ટેશન પર ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને ખાસ કરીને પાણીના મુદ્દે ધરણા પર બેઠા હતા પરંતુ તેઓ ધરણાં શરૂ કરે ત્યારે ખરાબ પોલીસે તેમને પોલીસ મથકે બેસાડી દીધા હતા જે બાદ વાતને આજે પાંચ દિવસનો સમય થઇ ગયા બાદ તેમને આજે પોલીસ દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવતા સ્થાનિકો માં રોષ જોવા મળ્યો હતો સ્થાનિકોનું માનીએ તો કોઈપણ વ્યક્તિને ૨૪ કલાકમાં કોર્ટમાં રજૂ કરવાનો હોય છે પરંતુ ખેડૂતોના સમર્થનમાં બેઠેલા ભેમાભાઇ ચૌધરી ને પાંચ દિવસ બાદ કયા કારણોસર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તેને લઈને આજે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો સમગ્ર ઘટનાને લઇ એડવોકેટ રમેશભાઈના નાભાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી

Download Our B K News Today App



Related News