બનાસકાંઠા જિલ્લા મા સૌથી ઊંચું પરિણામ કાણોદર કેન્દ્રનું 84,73 ટકા નોંધાયં્ સૌથી નીચું પરિણામ હડાદ કેન્દ્રનું 35,83 ટકા નોંધાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-07 12:51:45
  • Views : 208
  • Modified Date : 2022-06-07 12:51:45

 

 

જિલ્લામા 100 ટકા પરિણામ મેળવનારી 20 શાળા 64 જેવા કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી

 

બનાસકાંઠા જિલ્લામાં આજે  ધોરણ 10 નું પરિણામ જાહેર થયું હતું જેમાં સમગ્ર જિલ્લાનું પરિણામ 67,18 ટકા આવ્યું હતું જેમાં જિલ્લામાં સૌથી ઊંચું પરિણામ કાણોદર કેન્દ્ર નું 84,73 નોંધાયું છે અને સૌથી નીચું પરિણામ હડાદ  કેન્દ્ર નું 35,83 ટકા નોંધાયું છે

 

ગુજરાત  માધ્યમિક બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામા આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાના 64  કેન્દ્રો પર થી  7,72771 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 5,03,726 વિધાર્થીઓ ઉતીર્ણ થયા છે ત્યારે સમગ્ર જિલ્લાનું પરિણામ 67,18 ટકા નોંધાયું છે જેમાં 398 વિધાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે અને જિલ્લામાં સૌથી ઊંચું પરિણામ કાણોદર કેન્દ્રનું 84,73 ટકા નોંધાયું છે અને જિલ્લાનું સૌથી નીચું પરિણામ હડાદ કેન્દ્ર નું 35,83 ટકા નોંધવા પામ્યું  જેના પગલે જિલ્લાના તમામ વિધાર્થીઓ અને શિક્ષકો ને અભિનંદન પાઠવ્યા હતા આમ આજે જાહેર થયેલા  ધોરણ 10 નું પરિણામ 67,18 ટકા જાહેર થયું છે

 

જોકે આ અંગે જીલ્લા શિક્ષણાધિકારી ડો નરેંદ્રસિંહ ચાવડા એ જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 નું માર્ચ 2022 નું પરિણામ જાહેર કરવા મા આવ્યું છે જેમાં બોડ નું પરિણામ 65.18 ટકા આવેલ છે એની સામે બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 67.18 ટકા આવેલુ છે જેમાં 100 ટકા પરિણામ મેળવનારી 20 શાળા ઓ છે 64 જેવા કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી  જેમાં સૌથી ઊંચું પરિણામ કાણોદર કેન્દ્રનું આવેલું છે 84.73 ટકા સૌથી નીચું પરિણામ 35.83 ટકા હડાદ કેન્દ્રનું આવેલું છે

Download Our B K News Today App



Related News