બનાસકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી શરૂ કરાઈ બેદરકારી દાખવનાર લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી રહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-26 11:21:24
  • Views : 250
  • Modified Date : 2021-09-26 11:21:24

     બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ હોવા છતાં શરૂઆતના દિવસોમાં વરસાદ જોવા મળ્યો હતો પરંતુ હવે ચોમાસું પૂર્ણ થવાની આરે છે ત્યારે જિલ્લામાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે પરંતુ તેની સાથોસાથ રોગચાળાનું પ્રમાણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદના કારણે ભરાતા વરસાદી પાણીના કારણે હાલમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે જેના કારણે સતત રોગચાળાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જિલ્લામાં મોટાભાગના શહેરોમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોવાના કારણે ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ રહ્યા છે અને વરસાદી પાણી માંથી મચ્છર જન્ય રોગ ચાળો સતત વધી રહ્યો છે જેના કારણે હાલમાં તાવ શરદી ખાંસી જેવી બીમારીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

 

- જિલ્લામાં ડેંગ્યુના કેસમાં વધારો

 

બનાસકાંઠા જિલ્લામાં વર્ષે વરસાદ ખેંચાતા પાણીજન્ય રોગચાળો વકર્યો છે જેમાં વખતે ડેન્ગ્યુના પણ 45 જેટલા કેસો નોંધાયા છે. કોરોના મહામારી બાદ હવે ડેન્ગ્યુના કેસો વધતા આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ વધી છે અને સૌથી વધુ પાલનપુર અને ડીસામાં ડેન્ગ્યુના કેસો નોંધાતા વધતા જતા રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગે સમર્પિત છે. સતત કેસોની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે ખાસ કરીને ડીસા અને પાલનપુર વિસ્તારમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોવાના કારણે હાલમાં પાણીજન્ય રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે પરિસ્થિતિમાં લોકોમાં બીમારીનું પ્રમાણ વધતાં લોકોમાં પણ કોરોના મહામારી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

 

- જિલ્લામાં આરોગ્ય વિભાગ

દ્વારા ટીમો બનાવી

 

બનાસકાંઠા જિલ્લા સતત પાણી જન્ય રોગથી બીમારીનું પ્રમાણ વધતાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે ડીસા અને પાલનપુરમાં 75 -75 રેક્ટર કન્ટ્રોલ મેમ્બર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, રહેણાંક મકાનો, કોમર્શિયલ તેમજ સરકારી કચેરી અને વસાહતો માં પણ કોઈ જગ્યાએ પાણી ભરાયા હોય તો તેના નિકાલ માટે તેમજ પાણી માં પોરા પડ્યા હોય તો દવા છંટકાવ કરવામાં આવે છે. ડીસા થી પાલનપુર માં હાલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો થાય અને લોકો સુરક્ષિત રહે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

 

- આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ અપાઈ

 

 જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુરમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને સરકારી કચેરીઓમાં કોઈ જગ્યાએ કર્મચારીઓની બેદરકારીના કારણે આવું પાણી ભરાયું હોય અને રોગચાળો વકરે તેવી સ્થિતિ સર્જાઈ હોય તો નોટિસ ફટકારવામાં કામગીરી પણ કરાઈ છે. ડીસા અને પાલનપુર માં નગરપાલિકા સંચાલિત તમામ પાણીના બોર પર નિયમિત ક્લોરીનેશન થાય છે કે કેમ તે પણ ચકાસણી હાથ ધરાઇ હતી જેમાં ડીસા ખાતે નગરપાલિકાની બેદરકારીના કારણે ત્રણ બોરમાં પાણી નું ક્લોરીનેશન બંધ હોવાનું પણ સામે આવ્યું હતું જેથી આરોગ્ય વિભાગે તરત નગરપાલિકાને અંગે જાણ કરી હતી.

Download Our B K News Today App



Related News