બનાસકાંઠા જિલ્લામાં શાળાઓનું વેકેશન ખુલતા સ્ટેશનરીની દુકાન ઉપર લોકો ખરીદી કરતા નજરે પડ્યા હતા જેના કારણે સ્ટેશનરીના વિક્રેતાઓએ રાહત અનુભવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-10 11:26:59
  • Views : 266
  • Modified Date : 2021-06-10 11:26:59

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષથી કોરોનાના સમયમાં શાળાઓ બંધ રહેતા પુસ્તકોનું વેચાણ કરતા વેપારીઓને હાલત કફોડી બની હતી ત્યારે જિલ્લામાં હવે શાળાઓનું વેકેશન ખુલતા શાળાઓના સત્ર શરૂ થયા છે જોકે ઓનલાઇન શિક્ષણને લઈને સ્ટેશનરીનું વેચાણ કરતા વિક્રેતાઓને ગ્રાહકોમાં મોટી અસર જોવા મળી છે પરંતુ હવે જિલ્લામાં સ્કૂલો ફરી એક વાર શરુ થતા અને શિક્ષણ કાર્ય ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરાતા શિક્ષણને લગતી સ્ટેશનરી માટે લોકો સ્ટેશનરીની દુકાન ઉપર ખરીદતા જોવા મળ્યા હતા જેને લઇને સ્ટેશનરી દુકાનના સંચાલકોને મહદઅંશે રાહત અનુભવાઈ છે  અંગે સ્ટેશનરીનું વેચાણ કરતા વેપારીએ જણાવ્યુ હતું કે મીની lockdown ના કારણે અને શાળાઓ બંધ હોવાના કારણે અમને મસમોટું નુકસાન થવા પામ્યું હતું પરંતુ હવે થી ફરી શરૂ થતાની સાથે દુકાનોમાં અમારે ત્યાં ગ્રાહકોની આવન-જાવન શરૂ થઈ છે જેને લઇ  થોડાં અંશે રાહત અનુભવી છે ત્યારે સરકારને પણ અમારી વિનંતી છે કે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે તો  શાળાઓ ખોલવામાં આવે તો પુસ્તકોનું વેચાણ થાય અને અમારા ધંધારોજગાર મળી રહે એવી સરકારને વિનંતી કરી હતી.

Download Our B K News Today App



Related News