બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો સતત ગગડતા કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-18 12:37:22
  • Views : 235
  • Modified Date : 2021-12-18 12:37:22



કાશ્મીરમાં ભારે હિમવર્ષા ના કારણે બનાસકાંઠા માં પણ તાપમાન નો પારો નીચે આવી ગયો છે અને તેના લીધે ઠંડી તેનો કહેર વર્તાવી રહી છે . બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાન નો પારો ગાગાડતા ઠંડી વધી ગઈ છે સામાન્ય રીતે 13, 14 ડિગ્રી તાપમાન ની જગ્યા એ આજે ત્રણ ડિગ્રી તાપમાન ગટી ગયું હતું અને આજે તાપમાન 10 ડિગ્રી થઈ જતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લો ઠંડી માં ઠૂંઠવાયો છે. તો મોડી સાંજ થી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હોવાથી લોકોના ધંધા રોજગાર પાર સીધી અસર જોવા મળી રહી છે, ખાસ કરીને લારી ,ગલ્લાઓ વાળાઓ ઘરાકી ના હોવાથી ઠંડી થી રક્ષણ મેળવવું તાપણા નો સહારો લેતા નજરે પડી રહ્યા છે, બનાસવાસીઓએ દર વર્ષે હાડ થિજવતી ઠંડી નો સામનો કરવો પડે છે લોકો ઠંડી થી રક્ષણ મેળવવું માટે ક્યાંક તાપણા નો સહારો , તો વળી યુવાનો ,વડીલો અને બાળકો ગરમ વસ્ત્રોમાં ગોટ મોટ થઈ ને બહાર નીકળી રહ્યા છે અને શાળાએ જતા બાળકો પણ ઠંડી નો સામનો કરવા માટે મોઢે રૂમાલ ,ટોપી અને જાકેટ નાસહારે શાળાએ જતા નજરે પડી રહ્યા છે . હવામાન વિભાગ ની આગાહી અનુસાર હજુ પણ આગામી સમયમાં સખત ઠંડી પડવાની શક્યતાઓ છે જેથી લોકોએ હજુ પણ વધુ ઠંડી નો સામનો કરવોજ રહ્યો.

Download Our B K News Today App



Related News