કોરોના મહામારી વચ્ચે કાંકરેજના ખીમાણા પુલ પર સર્જાયો અકસ્માત : એકનું મોત એક ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-21 13:34:27
  • Views : 320
  • Modified Date : 2021-05-21 13:34:27

     બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના સિલસિલો અટકવાનું નામ જ લેતો ન હોય તેમ એક બાદ એક અનેક નાના મોટા અકસ્માતો સામે આવી રહ્યા છે ક્યારેક ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માત સર્જાતા હોય છે અને લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે આવો જ એક અકસ્માત આજે કાંકરેજ તાલુકાના ખીમાણા પુલ પર સર્જાયો હતો..જેમાં એક બાઈક સવાર યુવક ખીમાણા પુલ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેમનું બાઇક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું તેમજ અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને  વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે મૃતકની લાશને પીએમ અર્થે સિહોરી સામુહિક આરોગ્ય રેફરલ ખસેડવામાં આવી હતી...મૃતક યુવક કાંકરેજ તાલુકાના માનપુર ગામના જસુભા રઘુભા વાઘેલા હોવાનું જાણવા મળ્યું હતું..અકસ્માતના પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા જ્યારે બનાવની જાણ શિહોરી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News