બનાસકાંઠા જિલ્લામાં આજે ફરી એકવાર સરહદી વિસ્તારોમાં બે અલગ અલગ જગ્યાએ કેનાલમાં ગાબડા પડતાં ખેડૂતોને લાખોનું નુકશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-17 13:09:51
  • Views : 328
  • Modified Date : 2021-11-17 13:09:51

બનાસકાંઠા જિલ્લામાં આજે ફરી એકવાર સરહદી વિસ્તારોમાં બે અલગ અલગ જગ્યાએ કેનાલમાં ગાબડા પડયા હોવાની ઘટના સામે આવી છે. વાવ ના ચતરપુરા પાસે અને રાધાનેસડા પાસે પણ પંદર થી વીસ ફૂટ ના ગાબડા પડતા પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.

 

બનાસકાંઠા જિલ્લામાં રવી સીઝનની શરૂઆત સાથે કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો શરૂ થઈ જાય છે રવી સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી છોડતાં કેનાલોમાં વારંવાર ભંગાણ સર્જાઈ રહ્યા છે આજે વહેલી સવારે વાવ ના ચતરપુરા માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું હતું ત્યારબાદ રાધાનેસડા પાસે પણ વીસ ફૂટ નું ગાબડુ પડતા કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું.કેનાલ તૂટતા એરંડા રાયડો અને બાજરીનું વાવેતર કરેલા ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું.કેનાલ ના પાણીનો પ્રવાહ આજુબાજુ 10 એકરથી વધુ જમીનમાં ફરી વળ્યો હતો વારંવાર કેનાલમાં ગાબડા પડતા અહીંના ખેડૂતો ને લાખો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.

 


ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ત્યારે કેનાલ કાગળના પત્તાની જેમ તૂટી જાય છે હલકી ગુણવત્તાવાળી કેનાલ બની હોવાના કારણે તેમજ સમયસર સફાઈ થતી હોવાના કારણે કેનાલો વારંવાર તૂટી રહી છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે હલકી ગુણવત્તાવાળી બનેલી કેનાલો માં ગાબડા પડતા ખેડૂતોને ફાયદાને બદલે નુકસાન વધુ વેઠવું પડી રહ્યું છે

Download Our B K News Today App



Related News