બનાસકાંઠા જિલ્લામાં રાજ્યકક્ષા નો શાળા પ્રવેશોત્સવની ઉજવણી ના બીજા દિવસે જ શાળા ને તાળાબંધી કરાઇ હોવાની ઘટના સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-25 10:50:06
  • Views : 230
  • Modified Date : 2022-06-25 10:50:06


બનાસકાંઠા જિલ્લામાં રાજ્યકક્ષા નો શાળા પ્રવેશોત્સવની ઉજવણી ના બીજા દિવસે જ શાળા ને તાળાબંધી કરાઇ હોવાની ઘટના સામે આવી છે. ડીસા ની રમુણ પ્રાથમિક શાળાના આચાર્યએ સોશિયલ મીડિયામાં સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મુકતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને આજે આચાર્યની બદલીની માંગ સાથે શાળાને તાળાબંધી કરી દીધી હતી


એક તરફ સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધારવા માટે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ બનાસકાંઠા ડીસા તાલુકા ની રમૂણ ગામે સરકારના આ પ્રયાસથી ઉપર પાણી ફેરવી દીધું હોવાની ઘટના બને છે.રમૂણ પ્રાથમિક શાળાના આચાર્ય હેમલતાબેને તેમના સોશિયલ મીડિયા પર દલિત અને ઠાકોર સમાજ વચ્ચે વૈમનસ્ય અને વેરભાવ ઊભો થાય તેવા લખાણો સાથેની પોસ્ટ વાયરલ કરી હતી. જે મામલે સ્થાનિક લોકોએ આ પોસ્ટ હટાવી દેવા જણાવતા આચાર્ય એ મનમાની કરી કરતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને આજે વાલીઓ અને ગ્રામજનોએ ભેગા થઈ શાળા ને તાળાબંધી કરી હતો તેમજ જ્યાં સુધી. આચાર્ય ની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી રાખી શિક્ષણ કાર્ય ઠપ્પ રાખવાની દેવાની છે , આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર રે જણાવ્યું હતું કે તેમની પાસે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ આવી નથી પરંતુ આ ઘટના મામલે અમે તપાસ કરાવશે .

Download Our B K News Today App



Related News