પાલનપુરની બનાસ કોવિડ-19 હોસ્પિટલ ખરા અર્થમાં બની આત્મનિર્ભર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-22 18:19:54
  • Views : 1090
  • Modified Date : 2021-04-22 18:19:54

    બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે ઓક્સિજનની કમી સર્જાતા જિલ્લામાં અનેક લોકોના મોત નિપજ્યા હતા જોકે મોડી સાંજે જામનગરથી 15 મેટ્રીક જેટલો ઓક્સિજનનો જથ્થો જામનગરથી લાવીને જિલ્લાની અલગ-અલગ હોસ્પિટલોમાં ફાળવી દેવાયો હતો જોકે એ જામનગરથી મંગાવેલ ઓક્સિજનનો જથ્થો આજ સાંજ સુધી ચાલશે.

    જોકે પાલનપુરની 160 બેડની હોસ્પિટલ ધરાવતી ગલબાભાઈ નાનજીભાઈ ટ્રસ્ટની બનાસ કોવિડ -19 હોસ્પિટલમાં ઓક્સિજનની કમી ન સર્જાય અને કોઈ દર્દીનું ઓક્સિજન ન મળવાના કારણે મોત ન થાય તે માટે હોસ્પિટલ દ્વારા મોટો ખર્ચે કરી ઓટોમેટિક ઓક્સિજન ઉત્પન્ન કરવાનો ઓક્સિજન પ્લાન્ટ નાખી દેવામાં આવ્યો છે જે પ્લાન્ટ કલાકના 28 કિલો શુદ્ધ ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને ત્યાર બાદ આ પ્લાન્ટ માંથી પાઇપ લાઇન દ્વારા કોવિડ-19 હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યો છે.

    આ પ્લાન્ટ નાખવાથી હવે ઓટોમેટિક ઓક્સિજન ઉત્પન્ન થશે જેથી હવે પાલનપુરની બનાસ કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજનની કમી નહિ સર્જાય.અને આ પ્લાન્ટ ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે...

Download Our B K News Today App



Related News