બનાસકાંઠાજિલ્લાના ડીસામાં ગરમીનો પારો આજે૪૨.૪ ડિગ્રી સેલ્સિયસસાથે ૨૦૨૨માં સહુથી ઊંચો નોંધાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-10 11:11:28
  • Views : 184
  • Modified Date : 2022-04-10 11:11:28

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ગરમીનો પારો આજે ૨૦૨૨માં સહુથી ઊંચો નોંધાયો છે.. આ વર્ષનો સહુથી ગરમ દિવસ હોવાની માહિતી ડીસા સ્થિત હવામાન વિભાગની કચેરી દ્વારા આપવામાં આવી છે.. બપોરના અધિવાગ્યાના સમયે જ તાપમાનનો પારો ૪૨.૪ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો... ડીસામાં આજે પડેલી ગરમીની સીધી અસર જનજીવન પર જોવા મળી હતી.. આજે બપોરના ૧૧ વાગ્યા બાદ શહેરના રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા અને લોકોની અવરજવર પણ નહિવત થઈ ગઈ હતી.. દિવસ દરમ્યાન લોકોને આજે સખત લૂનો પણ સામનો કરવો પડ્યો હતો.. ડીસા સ્થિત હવામાન વિભાગની કચેરી દ્વારા આજે ડીસાનું મહત્તમ તાપમાન ૪૩.૪ ડિગ્રી સેલ્સિયલ હોવાનું જણાવ્યુ હતું.. આજે ડીસામાં ગરમીનો પારો વધારે હોવાના કારણે તેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જોવા મળે છે ખાસ કરીને લોકો બપોર બાદ પોતાના ધંધા રોજગાર પણ બંધ કર્યા હતા તો બીજી તરફ રસ્તાઓ પણ વધુ પડતી ગરમીના કારણે સૂમસામ જોવા મળ્યા હતા અને જે પણ લોકો બપોર બાદ બહાર નીકળ્યા હતા તે ગરમીથી રક્ષણ મેળવવા માટે આત્મા મોજા ટોપી અને મોઢા પર રૂમાલ બાંધીને નજરે પડ્યા હતા આજે વધુ પડતી ગરમીના કારણે લોકોએ ઠંડા પીણાનો પણ સૌથી વધારે સહારો લીધો હતો આ તાપમાન વર્ષમાં ડીસાનું આ સહુથી ઊંચું તાપમાન છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ ગરમીનો સિતમ ચાલુ રહશે...

Download Our B K News Today App



Related News