બનાસકાંઠા જિલ્લામાં એક સાથે ૭૫૮ ધરો માં ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-20 10:55:23
  • Views : 219
  • Modified Date : 2022-05-20 10:55:23

 

- અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ

 

- આખા વિશ્વમાં એક સાથે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યા

 

મનુષ્યમાં સાચા અર્થમાં ધ્યાન સમર્પણ અને માનવતાવાદી વિચારધારા સમાજ રાષ્ટ્ર અને સમર્થ શક્તિશાળી ઊર્જા વૃદ્ધિ થાય પર્યાવરણમાં વાયુની શુદ્ધિ કરણ વગેરે અનેક ઉદ્દેશ્યથી સમગ્ર વિશ્વમાં વ્યાપેલા ગાયત્રી પરિવારના પ્રણેતા પંડિત શ્રીરામ શર્મા આચાર્ય સમગ્ર માનવજાતની ઉજ્જવળ ભવિષ્ય માટે ની યોજનાઓ ને વેગવાન બનાવવામાં આવતા ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે ગત વર્ષની જેમ વર્ષે પણ ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ ઉપાસના આંદોલનના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં એક સાથે એક સમયે સામૂહિક ગાયત્રી યજ્ઞ નું આયોજન થયું હતું જેમાં લાખો લોકોએ યજ્ઞમાં ભાગ લઇ ગાયત્રી યજ્ઞ સંપન્ન કર્યા હતા ત્યારે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા ૭૫૮ ધરો માં એક સમયે ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં અનેક લોકોએ ભાગ લઇ ગાયત્રી યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી.ડીસામાં વસતા ગાયત્રી પરિવારો પણ યજ્ઞમાં જોડાયા હતા. બાબતે બનાસકાંઠા જિલ્લાના ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરીજન ગિરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે

ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ  ઉપાસના આંદોલનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ૭૫૮ ધરોમાં ગાયત્રી યજ્ઞ સંપન્ન થયા છે.

Download Our B K News Today App



Related News