બનાસકાંઠા જીલ્લામાં અદાણી ગ્રુપ દ્વારા ખેડૂતોને વળતર ન ચૂકવતા ખેડૂતોએ ડીસા નાયબ કલેક્ટરને આવેદન આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-22 12:00:50
  • Views : 264
  • Modified Date : 2022-01-22 12:00:50



બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ દિયોદર તેમજ ભાભર ત્રણ તાલુકા માંથી અદાણી ગ્રૂપ સંકલિત ટ્રાન્સકો પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ખેડૂતોને પૂરેપૂરું વળતર ચૂકવી ખેડૂતોના ખેતરોના ઉભા પાકમાં હેવી વીજ લાઈન નાંખવાની કામગીરી ચાલુ કરતા ખેડૂતો રોષે ભરાયા હતા અને રોષે ભરાયેલા ખેડૂતો ડીસા નાયબ કલેકટર કચેરી આગળ ધરણા પર બેસી પૂરેપૂરું વળતર મળે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

 

કાંકરેજ દિયોદર તેમજ ભાભરના ખેડૂતો આજે ડીસાના નાયબ કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી પોતાની જમીનમાંથી પસાર થતી હેવી વીજ લાઈન માટે પુરા વળતરની માંગ કરી હતી. ખેડૂતોની માંગ છે કે અદાણી ગ્રૂપ સંકલિત ટ્રાન્સકો પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તેમના ખેતરોના ઉભા પાકમાં હેવી વીજ લાઈન નાંખવાની કામગીરી ચાલુ છે. જે અંતર્ગત તેમણે સરકારના માર્ગદર્શિકા મુજબ 15 ટકા વળતર મેળવવા માટે સરકારની જોગવાઈ હોવા છતાં કંપની દ્વારા માત્ર કહી શકાય તેવું વળતર આપી કામગીરી શરૂ કરી આવી છે. જેને લઇને ખેડૂતોમાં આક્રોશ છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ટ્રાન્સકો કંપની દ્વારા પૂરેપૂરું વળતર ચૂકવવામાં નહિં આવે ત્યાં સુધી કંપનીના હેવી વીજ લાઈન કામગીરીને અટકાવવામાં આવશે.

 

Download Our B K News Today App



Related News