બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવવા માટે મજબૂર બન્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-29 11:38:58
  • Views : 251
  • Modified Date : 2022-06-29 11:38:58

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવવા માટે મજબૂર બન્યા

 

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવવા માટે મજબૂર બન્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા મીટર પ્રથા નાબૂદ કરવા અંગે, પાણી સમસ્યા નું સમાધાન કે  રીસર્વે ની કામગીરી માં થયેલ ગોટાળા દૂર કરવા કોઈજ પગલાં ન લેતા આખરે કંટાળેલા ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન નો માર્ગ અપનાવવાના છે . . ..

 

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે,  ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ ઓછો થતા પાણી ન તળ ૧૦૦૦ થી ૧૨૦૦ ફૂટ ઊંડા થઈ જતાં સિંચાઇનીગંભીર સમસ્યા સર્જાઇ છે. તો બીજી તરફ સરકાર દ્વારા હવે નવા વીજ કનેક્શન માં મીટર આપવામાં આવી રહ્યા જે મીટર માં હોર્સ પાવર આધારિત બિલ કરતા અઢી થી ત્રણ ઘણું વધુ બિલ આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રીસર્વેની કામગીરીમાં પણ મોટા ગોટાળા થતાં ખેડૂતો ખેડૂતો વચ્ચે ઝઘડાઓ થઈ ગયા છે આ મામલે સાથે ભારતીય કિસાન સંઘ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂત આગેવાનોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ સરકારે આ બાબતે કોઈ જ ધ્યાન આપ્યું નથી જેથી કંટાળેલા ખેડૂતો આગામી સમયમાં જિલ્લા કક્ષાએ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરશે અને તેમ છતાં પણ જો સરકાર ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન નહીં કરે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે નેતાઓનો ઘેરાવો કરશે અને જરૂર પડી તો દૂધ,  શાકભાજી કે અનાજ માર્કેટમાં વેચવાનું  બંધ કરી રોડ પર ઉતરી ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારી છે.જે અંતર્ગત આજે ડીસા તાલુકાના રાણપુર રોડ પર આવેલ સોમનાથ કોલ્ડ સ્ટોરેજ ખાતે ડીસા તાલુકાના ખેડૂતોની બેઠક યોજાઇ હતી.જેમાં ખેડૂતોને પડતી તકલીફોને સરકાર સુધી પહોંચાડવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

 

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ નહિવત થવાના કારણે પાણીના તળ ઉંડા જતા જિલ્લામાં સિંચાઈની ગંભીર સમસ્યા સર્જાઇ છે તેવામાં મીટર પથાને કારણે ખેડૂતોએ વધુ બિલ ચુકવવુ પડતુ હોવાથી પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે જ્યારે સરકાર ખેતી પર આધારિત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની વેદના ને સમજી સમસ્યાઓ હલ નહીં કરે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સરકારે ખેડૂતો ના રોષ નો ભોગ બનવું પડે તો નવાઈ નહીં . . . .

Download Our B K News Today App



Related News