બનાસકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓએ જાણે કે માઝા મુકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-08 11:20:39
  • Views : 77
  • Modified Date : 2024-03-08 11:20:39

ACB એ છટકું ગોઠવીને કાર્યવાહી હાથ ધરતા પાલનપુર RTO ઈન્સ્પેક્ટરને ઝડપી લીધો છે. RTO એજન્ટ પોતાના ક્લાયન્ટના કામકાજ માટે કચેરીમાં જતો હતો. આ દરમિયાન ઇન્સ્પેક્ટર અંકિત પંચાલે તેમના એક બીલને ચૂકવી આપવા માટે જણાવેલ હતું. આ રકમ ના ચૂકવાય ત્યાં સુધી એજન્ટનું કામ પેન્ડીંગ રહેવા દીધુ હતુ. આ દરમિયાન એજન્ટે બીલની રકમ આપવાની સહમતી દર્શાવીને ACB માં ફરિયાદ નોંધાવતા છટકું ગોઠવવામાં આવ્યુ હતુ.લાંચની રકમ તેમના વચેટીયા દ્વારા આપવા માટે કરી હતી. જેને લઈ વચેટીયો ભરત પટેલ ગઠામણ દરવાજા પાસે લાંચની રકમ લેવા માટે આવ્યો હતો. જ્યાં ગલબાભાઈ ચૌધરીની પ્રતિમા પાસે જ જાહેર માર્ગ પર ભરત પટેલે લાંચની રકમ સ્વિકારી હતી. એસીબીએ ભરત પટેલને અને અંકિત પટેલને ઝડપી લઈને કાર્યવાહી કરી હતી.

Download Our B K News Today App



Related News