બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-15 14:19:36
  • Views : 368
  • Modified Date : 2021-05-15 14:25:10

        બનાસકાંઠા જીલ્લા માં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેમાં જીલ્લામાં કોરોના મહામારી ની સ્થિતિ અને અગાઉ ના રસીકરણના આયોજન વિશે વિશેષ ચર્ચા કરી હતી.


-
ગુજરાતના મુખ્યમંત્રીની બનાસકાંઠા મુલાકાત...

- ઉચ્ચ અધિકારીઓ સાથે વિજય રૂપાણીએ કરી બેઠક...

- કોરોનાની તમામ પરિસ્થિતિની બેઠકમાં કરી ચર્ચા....

- ગુજરાતના મુખ્યમંત્રીની બનાસકાંઠા મુલાકાત..



    મુખ્યમંત્રી સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્ય તેમજ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓએ બેઠક કરી હતી. જેમાં કોરોના મહામારીની પરિસ્થિતિ મામલે ચર્ચા થઈ હતી. જે બાદ મીડિયા સાથે ની વાતચીત માં તેઓએ અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ની પરિસ્થિતિ સારી જણાવી હતી.


- 12
ધોરણના વિદ્યાર્થીને માસ પ્રમોશન નહીં મળે.


 ધોરણ
10 બાદ 12 ના માસ પ્રમોશન ને મુખ્યમંત્રીએ રદિયો આપ્યો છે. મુખ્યમંત્રી નું કહેવું છે કે ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પરીક્ષા આપવાની હોય છે. જેથી માસ પ્રમોશન આપવું શક્ય નથી. કોરોના મહામારી બાદ પરીક્ષા મામલે વ્યવસ્થા કરવામાં આવશે. વેકસીન માં વધેલા સમય મર્યાદાને લઈ તેમને કેન્દ્રની ગાઈડલાઈન અમલમાં છે. જેથી તે તમામ બાબતો કેન્દ્ર સરકારના આધારે નક્કી થાય છે.


-
ગુજરાતમાં વાવાજોડાને પહોંચી વળતા સરકારની તૈયારી.


    
     ગુજરાત પર આવતું તૌકેત વાવાઝોડા વચ્ચે ગુજરાત નું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જ છે. ગુજરાતમાં તેની વ્યાપક અસર નહીં થાય. કોરોના મહામારી સામે લોકોને રક્ષણ મળે તે માટે સરકાર કામ કરી રહી છે...


- દુનિયાભરમાંથી ઇન્જેક્શન મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે...

        
   આ સિવાય કોરોના મહામારી બાદ હવે મ્યુકોરમાઇકોસીસ નામનો રોગ પણ માથું ઉંચકતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે ખાસ કરીને આ રોગ માટે આપવામાં આવતા ઇન્ફોસેરીમ બી ઇન્જેક્શન ની અછત હોવાના કારણે દર્દીઓને સારવારમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે મામલે પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુનિયાભરમાંથી ઇન્જેક્શન મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે અને જલ્દી સરકારી સહિત ખાનગી હોસ્પિટલોમા પણ દર્દીઓને ઇન્જેક્શન મળે તે માટેની વ્યવસ્થા કરાશે તેમ જણાવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News