ડીસામાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને ઈન્જેકશનની વ્યવસ્થા માટે રજુઆત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-21 13:32:05
  • Views : 264
  • Modified Date : 2021-05-21 13:32:05

     સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ નો કહેર ઉગ્ર બનતો જાય છે ગત વર્ષે પણ કોરોનાવાયરસ ની મહામારી ના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે વર્ષે પણ કોરોનાવાયરસ ની મહામારી શરૂ થતાની સાથે લોકોએ મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ સોથી પણ વધુ કોરોના દર્દીઓ સામે આવતા બનાસકાંઠા જિલ્લાની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ હતી. સતત વધતા જતા કોરોના દર્દીઓ ના કારણે ઓક્સિજન અને ઇન્જેક્શન ની અછત વર્તાઈ હતી અને અછતના કારણે બનાસકાંઠા જિલ્લામાં અનેક કોરોના દર્દીઓના મોત પણ નિપજ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે ભયનો માહોલ પણ જવાય તો સતત વધતા જતા કોરોના કેસના કારણે જિલ્લામાં તમામ તાલુકાઓમાં લોકડાઉન પણ આપી દેવામાં આવ્યું હતું ત્યારે હવે કોરોનાવાયરસ ના કેસ માં ઘટાડો થઈ રહ્યો છે તો હવે અન્ય બિમારીઓમાં વધારો થતાં ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

     કોરોના મહામારી બાદની આડઅસરથી ઉભા થતો રોગ મ્યુકોરમાઇકોસીસ ના કેસો પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે જેમાં અત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ રોજના ૨૦ થી ૨૫ જેટલા કેસો સામે આવતા હોવાનું ડોક્ટરોનું માનવું છે જોકે અત્યારે રોગ ની સારવાર માટે સૌથી મહત્વના ગણાતા ઇન્ફોટેરેસીન-બી ઈન્જેક્શનની પણ ભારે અછત છે અને તે પણ જલ્દી મળતા નથી, ઈન્જેકશન તાત્કાલિક મળવાના કારણે મોટાભાગના દર્દીઓ ની તબિયત પણ વધુ બગડી રહી છે તેવામાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ઇન્જેક્શન માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે માટે ડીસા આમ આમ આદમી પાર્ટી ના કાર્યકરોએ નાયબ કલેક્ટર ને અવેદનાપ્યું હતું.

     અત્યારે બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક હોસ્પિટલમાં રોગના સારવાર માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી જેથી સરકાર દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ થાય તે માટે રજુઆત કરાઈ હતી , અંગે ડો. રમેશ પટેલે જણાવ્યું હતું કે અત્યારે બનાસકાંઠા માં મ્યુકોરમાઇકોસીસ ના દર્દીઓને તેની સારવાર માટે ઇન્ફોટેરેસીન બી ઈન્જેકશન તાત્કાલિક મળે અને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ની વ્યવસ્થા થાય તે માટે રજુઆત કરી છે.

 

Download Our B K News Today App



Related News