બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ પોલીસ તંત્ર અને નગરપાલિકા ની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-13 11:16:59
  • Views : 363
  • Modified Date : 2022-05-13 11:16:59

 

બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ પોલીસ તંત્ર અને નગરપાલિકા ની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. મચ્છરના બ્રિડિંગ સોર્સરોકવા અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમોએ આજે જિલ્લા વ્યાપી સઘન તપાસ ઝુંબેશ અભિયાન હાથ ધરી હતી

 

આરોગ્ય વિભાગ દ્વારા આજે બનાસકાંઠા જિલ્લાના અર્બન વિસ્તારોમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ પાલનપુર, ડીસા, થરાદ ,ધાનેરા, ભાભર અને થરા વિસ્તારમાં આરોગ્ય વિભાગે નગરપાલિકા અને પોલીસ ની ટીમને સાથે રાખીને તપાસ શરૂ કરી છે. મચ્છરોના બ્રિડિંગ સોર્સ ને રોકવા અને પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે નાસ્તાની લારીઓ, ઠંડા પીણા, બરફ ની ફેક્ટરી, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ટાયર પંચર ની દુકાનો,સરકારી ક્વાર્ટર, શેરડીના કોલા સહિત ઔદ્યોગિક એકમોમાં તપાસ શરૂ કરી છે. પાણીજન્ય રોગચાળાને ફેલાતો અટકાવવા માટે તમામ એકમોની મુલાકાત લઇ એક્સપાયરી ડેટ વાળી કે બગડેલી ચીજવસ્તુઓ નો નિકાલ કરાયો હતો. આરોગ્ય વિભાગની સંયુક્ત સઘન તપાસ થી અખાર્ધ ચીજવસ્તુઓનું વેચાણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો . . .  .

 

Download Our B K News Today App



Related News