બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદથી 140 ખેત તલાવડી વરસાદી પાણીથી ભરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-29 11:03:20
  • Views : 248
  • Modified Date : 2022-07-29 11:03:20

 

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે.સમગ્ર જિલ્લામાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે.ભારે વરસાદ ના કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે.પરંતુ જે વરસાદનું પાણી  વહી જતું તેને અટકાવી ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી તેમાં પાણી સમગ્ર કરી રહ્યા છે.

 

 ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગી સહન કરતો જિલ્લો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા 2017 બાદ નહિવત વરસાદના કારણે પરિસ્થિતિ વિપરીત બની હતી ખાસ કરીને લોકોને પીવાના પાણી માટે અને પોતાના ખેતરમાં ખેતી કરવા માટે પાણી ન મળતા મોટા મોટા ખેતરો પાણી વગર બંજડ જોવા મળ્યા હતા ત્યારે આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેડૂતોને મેઘમહેર થઈ છે ગત વર્ષે થયેલા નહિવત વરસાદના કારણે સરહદી વિસ્તારોમાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા હતા ત્યારે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક સારા વરસાદના કારણે ખેડૂતોને ફરી એકવાર નવું જીવનદાન મળ્યું છે અનેક લોકોએ સારા પાણીની આશાએ પોતાના ખેતરોમાં ખેત તલાવડી બનાવી હતી જે આ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે છલોછલ ભરાઈ જવા પામે છે જેના કારણે ખેડૂતોને એક વર્ષ સુધી પાણી મળી રહે તેટલું એકત્રિત થઈ ચૂક્યું છે.

 

ખેત તલાવડીમાં સંગ્રહ કરેલ પાણી આખું વર્ષ ચાલશે...

 

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક વર્ષ પહેલા શેરપુરા ગામના ખેડૂત અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે શરૂ કરેલ જળ અભિયાન રંગ લાવ્યું છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં  બનેલી ખેત તલાવડીઓ વરસાદના બીજા રાઉન્ડમાં છલોછલ ભરાઈ ગઈ છે જેનાથી વરસાદમાં વહી જતા લાખ્ખો લીટર પાણી નો સંગ્રહ કરી તેનો ઉપયોગ હવે સિંચાઈ માટે થશે.બનાસકાંઠા જિલ્લામાંથી  પસાર થતી બનાસનદીમાં પાણી સુકાયા બાદ નદીના કિનારે વસેલા ગામોમાં પણ ધીરે ધીરે પાણીના તળ ઉંડા થતા ગયા છે અને આજે બનાસકાંઠા જિલ્લામાં 1000 ફૂટ થી પણ વધારે ઊંડા પાણી ના તળ પહોંચ્યા છે ત્યારે ડીસા તાલુકાના શેરપુરા ગામના જાગૃત શિક્ષક અને ખેડૂત તેમજ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે જળ અભિયાન માટે લોકો ને જાગૃત કરવાનું કામ હાથ ધર્યું. જેમાં પ્રથમ શેરપુરા માં શિક્ષક અને ખેડૂત અણદાભાઈ જાટે તેમની 10 વીઘા જમીન માંથી અડધા વીઘા જમીનમાં સ્વખર્ચે એક ખેત તલાવડી બનાવી તેની અંદર ચોમાસાનું વહી જતું 70 લાખ લિટર પાણીનો સંગ્રહ કર્યો અને એ જ પાણીથી આખું વર્ષ ખેતીની જમીનમાં સિંચાઈ કરી જેનાથી તેમને પાણી ના તળ ઊંડા જવાની ચિંતા પણ ન રહી અને વીજળીના ઓછા ખર્ચે તેવો આખું વર્ષ બાકી ની જમીનમાં પિયત કરી શક્યા સાથે સાથે ખેતી ના પાક માં પણ ફાયદો થયો. જે બાદ તેમણે અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળીએ જળ અભિયાન ની શરૂઆત કરી અન્ય ગામના ખેડૂતોને પણ સમજાવ્યા, અનેક ખેડૂતો અને રાજકારણીઓ પણ તેમની ખેત તલાવડી ની મુલાકાત લીધી. તેમની આ ખેત તલાવડી જોઈ અન્ય ખેડૂતોએ પણ પ્રેરણા લઈ અત્યારે બનાસકાંઠા જિલ્લામાં 140 જેટલી ખેત તલાવડી બની છે જે વરસાદના બીજા રાઉન્ડમાં જ છલોછાલ ભરાઈ ગઈ છે આમ એક ખેતલાડી માં 70 લાખ લિટર પ્રમાણે 100 કરોડ લિટર પાણીનો સંગ્રહ થશે જે પાણી ચોમાસામાં વહી જતું હતું તે પાણીથી હવે આ ખેત તલાવડી બનાવનાર ખેડૂતો પોતાના જ ખેતરમાં આખું વર્ષ સિંચાઈ કરી શકશે, અને આવનાર સમયમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણી માટે પણ આત્મનિર્ભર બનવાની દિશા માં આગળ વધી રહ્યા છે .

 

જમીનના તળ પણ ઉંચા આવશે...

 

 દર વર્ષે પાણીની તંગીનો માર સહન કરતો બનાસકાંઠા જિલ્લો વરસાદી પાણીનો કોઈ જ ઉપયોગ કરી શકતો ન હતો પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહી ખેડૂત પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન હેઠળ વેસ્ટ જતું વરસાદી પાણી સંગ્રહ કરવા ના અભિયાનમાં અનેક ખેડૂતો હાલ બનાસકાંઠા જિલ્લામાં જોડાયા છે અને પોતાના ખેતરમાંથી વ્હોળા સ્વરૂપે પસાર થતું પાણી હાલ ખેત તલાવડી બનાવી સંગ્રહ કરવામાં આવી રહી છે આ સિવાય પણ ખેતરોમાં ખાડાઓ ખાડાઓ વેસ્ટ જતું વરસાદી પાણી જમીનમાં ઉતારવામાં આવી રહ્યું છે જેના કારણે જે દિવસેને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા હતા તે પાણીના તળ મહા મહદ અંશે ઊંચા આવી શકે તેમ છે શરૂઆતમાં ડીસા તાલુકા માંથી એક ખેડૂતે પાણીનો સંગ્રહ કરવાની શરૂઆત કરી હતી જે આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો માર્ગદર્શન લઈ પોતાના ખેતરોમાં પાણીનો સંગ્રહ કરી રહ્યા છે જેના કારણે આવનારા સમયમાં વધુ પડતા વરસાદના કારણે જે વેસ્ટ જતું પાણી સંગ્રહ કરી શકાશે અને તેના કારણે જમીનના તળ પણ ઊંચા લાવી શકાશે.

 

વીજળીના ઓછા ખર્ચે તેવો આખું વર્ષ બાકીની જમીનમાં પિયત કરી શકશે...

 

આજે સમગ્ર ગુજરાતમાં વીજળીને લઈ ખેડૂતો રોજે રોજ આંદોલનો કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેકવાર વીજળી બાબતે ખેડૂતોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે પરંતુ હવે વીજળીના વપરાશ ઓછો થાય તે માટે ખેડૂતોએ બનાસકાંઠા જિલ્લામાં નવતર પ્રયોગ શરૂ કર્યો છે આજે બનાસકાંઠા જિલ્લાના 140 થી પણ વધુ ખેડૂતોએ પોતાના ખેતરોમાં ખેત તલાવડી બનાવી છે અને આખે તલાવડી થકી આખું વર્ષ ખેતી કરી શકાય તેટલું પાણી હાલ એકત્રિત કર્યું છે જે કે તલાવડીના પાણી મારફતે પોતાના ખેતરમાં પાણી વાળી અને સારી એવી ખેતી થઈ શકે તેમ છે જેના કારણે વીજળીનો પણ વપરાશ ઓછો થશે અને જે દર વર્ષે ખેડૂતોને મોટા પ્રમાણમાં વીજ બિલ ભરવાનો વારો આવતો હતો તેમાં પણ ઘટાડો થઈ શકે છે ત્યારે હાલ તો ડીસા તાલુકાના ખેડૂત અણદાભાઈ અન્ય ખેડૂતોને એક જ સલાહ આપી રહ્યા છે કે જે વરસાદે પાણી વ્હોળા સ્વરૂપે વહી જાય છે તેને ખેતરમાં ખેત તલાવડી બનાવી ઉપયોગમાં લેવું જોઈએ સરકાર પણ હવે ખેત તલાવડી બનાવવા માટે મદદરૂપ થઈ રહી છે ત્યારે જિલ્લાના દરેક ખેડૂતો પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી પાણીનો સંગ્રહ કરે તેવી ખેડૂત અણદાભાઈ જાટ એ અપીલ કરી હતી

 

 

બનાસકાંઠા જિલ્લો એ પાણી ની વિકટ સમસ્યા નો સામનો કરતો આવી રહ્યો છે.જિલ્લામાં પાણી માટે અનેક આંદોલન થયા છે.તેમજ દિવસે ને દિવસે જમીનના તળ પણ ઊંડા જઈ રહ્યા છે.જેથી ખેડૂતોને ખેતી તેમજ પીવાના પાણી ની મોટી સમસ્યા ઉભી થતી હતી.પરંતુ છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં એક શિક્ષક ખેડૂતે અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે જળ અભિયાન ની શરૂઆત કરી. અન્ય ગામડાના ખેડૂતોને સમજાવ્યા અને આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 140 જેટલી ખેત તલાવડી બનાવી અને જેમાં 100 કરોડ લીટર પાણી સમગ્ર      કરાયો છે.તેમજ હજુ પણ ખેત તલાવડી બનાવાનું ચાલુ છે.જેથી આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લામાં પાણી ની સમસ્યા નહિ સર્જાય અને ખેડૂતો જે પાણી માટે આંદોલન કરતા તે પણ નહીં કરે.તેમજ જમીન ના તળ પણ ઉંચા આવશે....

 

Download Our B K News Today App



Related News