બનાસકાંઠામાં બટાકાના ભાવ ગગડતાં ખેડૂતે બનાવેલો રમુજી વિડીયો થયો વાયરલ : બટાકાના ભાવ મામલે માતાજી આગળ વેણ વધાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:07:14
  • Views : 440
  • Modified Date : 2021-03-11 11:10:20

        બનાસકાંઠામાં ચાલુ ચાલે બટાકાના ભાવ તળીયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે ગત વર્ષે બટાટા માં ઐતિહાસિક ભાવ વધારો થયો હતો અને જે બટાકા નો ભાવ હોલસેલ 8 થી 10 રૂપિયા રહેતો હતો તેજ બટાકા હોલસેલ માર્કેટ 30 થી 40 રૂપિયા થઈ જતા ખેડૂતો ને બખ્ખા પડી ગયા હતા જોકે આ વર્ષે પણ સારા ભાવ મળશે તેવી આશા એ ખેડૂતોએ મબલખ બટાકાનું વાવેતર કર્યું હતું પરંતુ બટાકા નીકાળવાની શરૂઆત સાથે જ બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે અને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ખેતરમાં નવરા બેઠેલા કેટલાક ખેડૂતોએ ટીખળ કરતો એક રમુજી વિડીયો બનાવ્યો હતો જેમાં બે ખેડૂતો ખેતર માં બેસી માતાજી આગળ બટાકાના ભાવ કેવા રહે છે તે માટે વેણ વધાવો માંગી રહ્યા છે અને અને બટાકાના ભાવ ખૂબ જ નીચા રહેતા ખેડૂતોને આ વખતે પણ રોવાનો વારો આવશે એવું આ વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે, અત્યારે ભાવ ન મળતા ખેડૂતો ની હાલત તો કફોડી છે પણ ખેડૂતે બનાવેલો આ રમુજી વિડીયો જોઈને આનંદ ઉઠાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News