બનાસકાંઠામાં પાલનપુર પાસેથી ઘેટાં બકરા ભરીને કતલખાને જતી 2 ટ્રકો ઝડપાઇ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-29 13:11:54
  • Views : 337
  • Modified Date : 2021-08-29 13:11:54

     બનાસકાંઠા જિલ્લામાં આજે ફરી એકવાર કતલખાને ઘેટાં બકરા ભરીને જઈ રહેલી બે ગેરકાયદેસર ટ્રકો ઝડપાઈ ગઈ છે. જીવદયાપ્રેમીઓએ રાજસ્થાનથી ઘેટાં બકરા ભરીને મુંબઈ કતલખાને જતી બે ટ્રકો ઝડપી ડીસાની કાંટ- રાજપુર પાંજરાપોળને સોંપવામાં આવી છે જ્યારે પાલનપુર તાલુકા પોલીસે ટ્રક ચાલકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે...બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પશુઓની તસ્કરી ખૂબ જ વધી ગઈ છે તેમજ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પણ કતલખાને જતા પશુઓની હેરાફેરી ચાલુ રહેતા જીવદયાપ્રેમીઓ વધુ સક્રિય બન્યા છે. તે દરમ્યાન ગત મોડી રાત્રે રાજસ્થાનથી મુંબઈ ગેરકાયદેસર રીતે કતલખાને પશુધન મોકલવામાં આવી રહ્યું હતું. જે અંગેની માહિતી મળતા જીવદયા કાર્યકરો અબોલ જીવો બચાવવા આવી પહોંચ્યા હતા.અને પાલનપુર તાલુકા પોલીસને સાથે રાખી ખેંમાણા ટોલ બુથ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી શંકાસ્પદ બે ટ્રકો રોકાવી તલાસી લેતાં તેમાંથી ગેરકાયદેસર ઘેટા બકરાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે બે ટ્રકોમાંથી ખીચોખીચ ભરેલા 656 ઘેટા બકરા બચાવી ડીસાની કાંટ,  રાજપુર પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા. તેમજ પાલનપુર તાલુકા પોલીસે બંને ટ્રકચાલકો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News