બનાસકાંઠામાં સરકારી પરીક્ષાઓમાં પાસ કરવી આપવા બાબતે છેતરપિંડી કરનાર 2 શખ્સો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-06 10:44:00
  • Views : 360
  • Modified Date : 2022-03-06 10:44:00

બનાસકાંઠામાં સરકારની પરીક્ષાઓમા પાસ કરાવી આપવા બાબતે છેતરપિંડી ની ઘટના સામે આવી છે પાંચ લાખની છેતરપિંડી થયી હોવાનું  યુવકને માલૂમ પડતાં તેને આરોપીઓ સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે ફરિયાદના આધારે પોલીસે  બે વ્યક્તિની અટકાયત કરી વધુ તપાશ હાથ ધરી છે

 

ગુજરાતમાં પરીક્ષા કૌભાંડોને લઈ સરકાર પર અનેક આક્ષેપો થાય છે પેપર ફૂટી જવાની ઘટનાઓ પણ અગાઉ બની ચૂકી છે ત્યારે આ વખતે પરીક્ષા ઓ ને લઈ પોલીસ એલર્ટ બની છે બનાસકાંઠામાં સરકારની પરીક્ષાઓમાં પાસ કરાવી આપવાની ખાતરી આપી છેતરપિંડી કરનાર 4 લોકો સામે નોંધાઈ ખળભળાટ મચ્યો હતો જે અંગે બનાસકાંઠા એલસીબી પોલીસે હાલ તો અમે વ્યક્તિની અટકાયત કરી છે આ અંગે  જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું કે દોઢ વર્ષ અગાઉ એક વ્યક્તિને શિક્ષકની નોકરીમાં પાસ કરાવવાનું કહી 5 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી.જોકે આ છેતરપિંડીમાં

યુવક છેતરાયો હોવાનું માલુમ થતાં તેને આરોપીઓએ પાસે પૈસા પાસા માગ્યા હતા તેને લઇ આરોપીઓ એ અઢી લાખ રૂપિયા  પરત આપ્યા હતા પરંતુ બાકીના અઢી લાખ રૂપિયા પરત ન આપતા યુવકે  પાલનપુર પશ્ચિમ પોલીસ મધકે 4 સામે ફરિયાદ નોંધાવી હતી જેને લઇ પોલીસે હાલ બે વ્યક્તિઓની અટકાયત કરી હતી.તેમજ બીજા બે વક્તિને પકડવાની તજવીજ હાથ ધરી હતી તાજેતરમા આવનારી પરીક્ષા સાથે સંડોવાયેલા હોય તેવું હાલ માં પોલીસ ને જાણવા મળ્યું નથી

પરંતુ  ઈસમો અન્ય ભરતી કૌભાંડમાં સામેલ છે કે નહિ તેને લઇ વધુ તપાસ હાથ ધરી છે જોકે આવનારી પરીક્ષાઓમાં કોઈ ગેરરીતિ ના થાય તે માટે બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે

 

Download Our B K News Today App



Related News