બાદરપુરા સીમમાં ખેતરમાં રોજડા મારવા આવેલ 5 વિધર્મી યુવકો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-10 10:50:27
  • Views : 236
  • Modified Date : 2022-06-10 10:50:27

 

ટોળાએ પોલીસને જાણ કરી યુવકોને પોલીસ મથકે લઈ જવાયાં

 

પાલનપુરના બાદરપુરા ગામની સીમમાં બુધવારે રાતે 5 જેટલા વિધર્મી યુવકો બંદૂક સાથે રોજ મારવા આવ્યા હતા જોકે સ્થાનિક જોઈ જતા ટોળું ભેગું થઈ જતા પોલીસને જાણ કરી બોલાવી હતી. જોકે આવેલી પોલીસની હદ  પુરી થતા કોઈ કાર્યવાહી કરાઇ ગઢ પોલીસ આવતા ગાડી સાથે વિધર્મી યુવકને પોલીસ મથકે લઈ જવાયાં.

 

પાલનપુર તાલુકાના બાદરપુરા ગામ તરગ જવાના માર્ગની સિમ ખેતરમાં બુધવારે રાતે 11.30 કલાકે જીજે 05 જેકે 3714 નંબરની ગાડી લઈને 5 વિધર્મી અને એક નાનું બાળક બંદૂક લઈને રોજ નો શિકાર કરવા આવ્યા હતા. દરમિયાન દરેક ખેતરમાં લાઈટ મારી ચેક કરતા હતા ત્યારે નજીકમાં લગ્ન પ્રસંગ હોવાથી લોકો જાગતા હતા ત્યારે લાઈટના આધારે ખેતરમાં પહોંચ્યા હતા દરમિયાન ગાડીમાં અને બહાર 5 વિધર્મી યુવકો બંદૂક લઈને ફરતા હતા ત્યારે અન્ય લોકોને ફોન કરી ટોળાને બોલાવી વિધર્મી પાસેથી બંદૂક છીનવી લઈ પકડી રાખ્યા હતા.જોકે , ટોળાએ પાલનપુર કન્ટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરતા તાત્કાલિક તાલુકા પોલીસ પહોંચી હતી.જોકે તેમની હદમાં બનાવ હોય ગઢ પોલીસને જાણ કરતા ગઢ પોલીસ આવી તમામને ગાડી સાથે પોલીસ સ્ટેશન લઈ જવાય હતા ત્યારબાદ ટોળું પણ ગઢ મથકે પહોંચ્યું હતું.

Download Our B K News Today App



Related News