વાવ તાલુકાના અસાર ગામે આજે વાડામા આગ લાગતા વાડમા પડેલ જુવારના સાત હજાર જેટલા પુળા બળીને રાખ થઇ ગયા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-12 13:40:50
  • Views : 401
  • Modified Date : 2021-07-12 13:40:50

     સરહદી પંથકમાં અવારનવાર આગની ઘટના સામે આવતી હોય છે ક્યારેક ખેતરમાં તો ક્યારેક નગરપાલિકાના કચરાની ડમ્પિંગ સાઈડમાં આગના બનાવો બનતા હોય છે ત્યારે કેટલીક વાર અસહ્ય ગરમી પડવાના કારણે ગાડીમાં પણ આગ લાગવાના બનાવો બનતા હોય છે ત્યારે આજે વાવ તાલુકાના અસાર ગામે વાડામાં પડેલ જુવારના પુળામાં આગ લાગી હતી..થરાદ વાવ પંથકમાં આગના બનાવ અવાર નવાર બનતા હોય છે જ્યારે આજે વાવ તાલુકાના અસાર ગામે રાજપુત હીરાજી પિરાજીના વાડામા આગ લાગતા વાડમા પડેલ જુવારના સાત હાજર જેટલા પૂળા બળીને રાખ થય ગયા હતા..આગ લાગતા થરાદ નગર પાલિકાને જાણ કરતા થરાદ નગરપાલિકાની ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો..પરંતુ ત્યાં સુધીમાં તો જુવારના પૂળા બળીને ખાખ થઇ ગયા હતા. વાવ અને સુઈગામ તાલુકામા ફાયર ફાઇટરની ટિમના અભાવે અનેક વાર ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવે છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક વાવ અને સુઇકામ તાલુકામાં ફાયરની સેવા ઉભી કરે તેવી લોકો માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News