અરવલ્લી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણ બદલાયુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-13 18:37:41
  • Views : 109
  • Modified Date : 2023-06-13 18:37:41

અરવલ્લી જિલ્લામાં મંગળવારે વરસાદ નોંધાયો હતો. જિલ્લાના મોડાસા અને ભિલોડા વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. અરવલ્લી જિલ્લામાં મંગળવારે વરસાદી માહોલ બપોર બાદ જામ્યો હતો. જિલ્લામાં સવારથી જ માહોલમાં ફેરફાર જોવા મળી રહ્યો હતો. વાદળો વચ્ચે સૂર્યનારયણની સંતાકૂકડી બાદ બપોરે વાદળો ચડી આવ્યા હતા અને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જોકે પહેલાથી જ વરસાદની આગાહીને લઈ હાલમાં જિલ્લામાં સાવચેતીના પગલા દાખવવામાં આવી રહ્યા છે.બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્યમાં સાવચેતી દાખવવા માટે પહેલાથી જ એલર્ટ મોડ છે. આવી સ્થિતીમાં જિલ્લામાં પણ વરસાદની આગાહીને લઈ અગાઉથી જ મંગળવાર બપોર બાદ જિલ્લાના કેટલાક હિસ્સાઓમાં વરસાદ વરસ્યો હતો. મોડાસાના ઉત્તરીય પટ્ટાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. મોડાસાના બામણવાડ, સરડોઈ વિસ્તારના પંથકમાં વરસાદ નોંધાયો હતો. ભિલોડા તાલુકાના વાશેરાકંપા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વાસેરા કંપા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર આવ્યા હતા. કેટલાક વિસ્તારમાં ઘાસચારો ખૂલ્લામાં પડેલો વરસાદને લઈ પલળી ગયો હતો.જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પવન સામાન્ય કરતા વધારે જોવા મળી રહ્યો હતો. જિલ્લામાં પવન ફૂંકાવાની સ્થિતી અવારનાર જોવા મળી રહી હતી. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણ પવનને લઈ આમ જ જોવા મળી રહ્યો હતુ. વાદળો બપોર બાદ અનેક વિસ્તારમાં ઘેરાયેલા જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News