આણંદના ઉમરેઠમાં હિન્દુ યુવતીઓની છેડતી અંગે મામલો બન્યો ઉગ્ર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-06 14:45:41
  • Views : 99
  • Modified Date : 2023-06-06 14:45:41

આણંદના ઉમરેઠમાં હિન્દુ યુવતીઓની છેડતી અંગે મામલો વધુ તંગ બન્યો છે. છેડતીની ઘટના બાદ હિન્દુ અને વિધર્મી યુવકો વચ્ચે થયેલા ઘર્ષણના CCTV સામે આવ્યા છે. જયાં હિન્દુ અને મુસ્લિમ કોમના યુવકો લાકડીઓ લઈને ધસી આવતા મામલો ઉગ્ર બન્યો હતો. ઘર્ષણ અંગે 8 હિન્દુ યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો છે.ઉશ્કેરાયેલા હિન્દુ સમાજે મોડી રાત્રે બેઠક યોજી હતી. બેઠકમાં નક્કી થયા મુજબ આજે બપોરે હિન્દુ સમાજ તમામ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપશે. ઘટનાની વાત કરીએ તો, બે દિવસ અગાઉ વિધર્મી યુવકોએ હિન્દુ યુવતીઓની છેડતી કરી હતી. યુવતીઓને ધમકી આપતા સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા. જેથી છેડતી કરનાર શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સગીરાઓના પરિવારજનોએ ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે વિધર્મી યુવકોની ધરપકડ કરી હતી.

Download Our B K News Today App



Related News