શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના, શાળાના આચાર્યએ પૂર્વ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-15 17:48:10
  • Views : 101
  • Modified Date : 2023-10-15 17:48:10

મહીસાગરમાંથી શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. સંતરામપુર તાલુકાના જાનવડ ગામે શાળાના આચાર્યએ પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું છે. નરાધમ આચાર્ય રાજેશ પટેલે ચા પીવાના બહાને પોતાના મકાનમાં લઈ જઈ પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું.આરોપી રાજેશ પટેલ સામે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ પોકસો એક્ટ તેમજ IPC કલમ 376 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીને શોધવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી હાલ તપાસ તેજ કરી છે.

Download Our B K News Today App



Related News