અમરેલીમાં જોતજોતામાં જમીનદોસ્ત થઈ ગયું ST બસસ્ટેન્ડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-01 18:06:58
  • Views : 91
  • Modified Date : 2023-07-01 18:06:58

અમરેલી સહિતના વિસ્તારોને વરસાદ બરાબરનું ઘમરોળ્યું છે. ભારે વરસાદના પગલે અનેક કોઝ વે અને રસ્તાઓ ધોવાયા છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પૂર જેવા દર્શ્યો પણ સામે આવ્યા છે. અમરેલીના ચલાલા પંથકમાં ધોધમાર વરસાદ પગલે વાવડી ગામમાં ST બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થયો છે.અમરેલીમાં વરસાદે તબાહી મચાવી છે ત્યારે ચલાલા પંથકમાં ધોધમાર વરસાદના પગલે વાવડી ગામમાં ST બસ સ્ટેન્ડ જમીન દોસ્ત થયું છે. ભારે વરસાદના પગલે વરસાદી પાણી ST બસ સ્ટેન્ડમાં ઘૂસી ગયો હતો અને પાણીના મારાના કારણે બસ સ્ટેન્ડમાંથી પસાર થઈ રહ્યું હતું. જ્યાં અચાનક ભૂવો પડી બસ સ્ટેન્ડની આર પાર પાણી વહેતું થયું હતું અને જે બાદ એકાએક બસ સ્ટેન્ડ ધરાશાયી થયો હતો. જે દર્શ્યો જોઈ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવનો થતાનો વીડિયો પણ સામે આવ્યો છે. અત્રે તમને જણાવી દઈએ કે, સૂપડાધાર વરસેલા વરસાદના પગલે વાવડી ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ પાણી જ પાણી જેવા દર્શ્યો પણ ઉભા થયા હતાં. જો બીજી તરફ વાત કરવામાં આવે તો અમરેલીના ખત્રીવાડાની રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીઓમાં ઘોડાપૂરના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તેમજ ગીર જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદથી લોકોના હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નદી-નાળાઓ છલકાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. 

 

Download Our B K News Today App



Related News