બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-02 17:19:32
  • Views : 134
  • Modified Date : 2023-12-02 17:19:32

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની તમામ સરકારી કચેરીઓમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે. આમ તો રાજ્યમાં સોલાર આધારીત વીજળીને લઈ જાગૃતિ વધી છે. આ દરમિયાન હવે અમીરગઢ તાલુકામાં મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં પણ સોલાર રુફ ટોપ લગાવવામાં આવતા હવે ગ્રામ પંચાયતનો વીજળીના બીલો શૂન્ય મળવા લાગ્યા છે. વીજળીના બીલની રકમ બચવાને લઈ ગ્રામ પંચાયતોને પણ મોટી રાહત સર્જાઈ છે. મોટાભાગની કચેરીઓમાં સોલાર રુફ ટોપ લગાવવાને લઈ હવે રુપિયા ક્રેડીટ થવા લાગ્યા છે. જેને લઈ મોટો ફાયદો સર્જાયો છે. અમીરગઢ તાલુકામાં સર્વપ્રથમ રીતે તમામ સરકારી કચેરીઓ અને પંચાયતોમાં સોલાર પેનલ લાગી ચુકી છે.

Download Our B K News Today App



Related News