અંબાજીમાં પાઉડર ભરેલા ટ્રેલરનો રોડ પર ચાલતા પશુઓ સાથે અકસ્માત સર્જાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-23 12:35:20
  • Views : 204
  • Modified Date : 2022-08-23 12:35:20

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી તેમ રોજબરોજ અનેક નાના મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે ક્યારેક મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે તો ક્યારેક વધુ પડતી સ્પીડ અને ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માતો સર્જાતા હોય છે જેમાં અનેક માસુમ લોકોની જિંદગી હોમાઈ રહી છે ત્યારે આવો જ એક અકસ્માત અંબાજી નજીક આવેલા શીતલા માતા ઘાટી નીચે આબુરોડ જતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી પાઉડર ભરીને રાજસ્થાન-આબુરોડ તરફ જતા ટ્રેલરનો અંબાજીના શીતલા માતા ઘાટી નીચે રખડતા પશુઓ સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેલર દ્વારા રોડ પર ચાલતા પશુઓને અડફેટે લેવામાં આવતાં મોટી દુર્ઘટના ઘટી હતી. અંબાજી તરફથી આવતા ટ્રેલર દ્વારા પશુઓને ટક્કર મારતાં 8થી વધુ પશુઓના મોત થયા છે. તો આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે. ટ્રેલર ચાલક અને એમના સાથીને ઇજાઓ થતાં તેમને અંબાજીના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અંબાજી-આબુરોડ રોડ પર અકસ્માત સર્જાતાં ટ્રેલર 20 ફૂટ ઉંડા ખાડામાં ખાબક્યું હતું. અકસ્માતની જાણ થતાં 108 અને અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રેલર દ્વારા અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો રાહતના કામમાં લાગી ગયા હતા.


 


Download Our B K News Today App



Related News