અમદાવાદમાં ટામેટાએ લોકોને કર્યા 'લાલ', ભાવ થઈ ગયા ડબલ:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-28 15:39:55
  • Views : 99
  • Modified Date : 2023-06-28 15:39:55

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ચોમાસાનો પ્રારંભ થતાં જ શાકભાજીની કિંમતોમાં ધરખમ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ટામેટા અને શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓને રોજ શું બનાવું તેની ચિંતા વધી છે. ટામેટાના ભાવમાં તો બમણો વધારો થયો છે. ટામેટા ઉપરાંત કોથમીર અને આદુના ભાવમાં પણ વધારો થયો છે. દરરોજ મોંધવારી વધી રહી છે ત્યારે જીવન જરૂરીયાતના શાકભાજી ભાવમાં જંગી વધારો થતાં લોકોમાં ભારે દેકારો બોલી ગયો છે. ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ટામેટાની કિંમત પ્રતિ કિલો 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. જ્યારે એક કિલો આદુની કિંમત 300 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. કોથમીરની કિંમત 200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત રીંગણા, ભીંડો, કારેલા સહિત અન્ય શાકભાજીના ભાવમાં પણ કિલોએ રૂ.10થી 20નો વધારો થયો છે. છેલ્લા 15 દિવસમાં કિલોએ ભાવમાં રૂ. 50થી 70નો ભડકો થયો છે. ખાસ કરીને ટમેટા, મરચા અને કોથમીરના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના બજેટ ખોરવાઇ ગયા છે. શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થવા પાછળનું કારણ આપતા એક વેપારી જણાવે છે કે વધુ પડતા વરસાદ અને કમોસમી વરસાદના કારણે શાકભાજીની ખેતીમાં નુકસાન થયું છે. જેના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના ભાવ વધારા અંગે અન્ય એક વેપારીએ જણાવ્યું કે,  મહારાષ્ટ્રથી આવતા ટામેટાની નિકાસ ઘટતા ભાવ વધારો થયો છે. આદુ અને કોથમીરમાં વરસાદના કારણે ઉપજ પર અસર થતા આ ભાવ વધારો થયો છે. 

Download Our B K News Today App



Related News