અમદાવાદમાં 1100થી વધુ રસી લેનાર આરોગ્ય કર્મીઓમાંથી કેટલાક લોકોને ઉલટી,અશક્તિ અને દુઃખાવાની આડઅસર જોવા મળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-18 13:17:50
  • Views : 331
  • Modified Date : 2021-01-18 13:17:50

    રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિન આપવામાં આવી હતી. જેના 48 કલાક બાદ અમદાવાદમાં વેક્સીન લેનાર લોકોને કોઈ આડઅસર કે લક્ષણો જણાયા છે કે કેમ અમદાવાદમાં 1100થી વધુ રસી લેનાર આરોગ્ય કર્મીઓમાંથી કેટલાક લોકોને સામાન્ય આડઅસર જોવા મળી છે. ગંભીર લક્ષણોમાં વ્યક્તિને ઉલટી, અશક્તિ અને હાથ પર દુઃખાવો જેવી કમ્પ્લેન આવી છે. ઉપરાંત માથાનો દુઃખાવાની વધુ ફરિયાદ જોવા મળી છે.અમદાવાદમાં વેક્સીન લેનાર ડોકટર પરિવારમાંથી એવા અને સોલા હોસ્પિટલમાં આસી પ્રોફેસર પેથોલોજીમાં ફરજ બજાવતા ડો. નિરાલી શાહે જણાવ્યું હતું કે બે દિવસમાં કોઈ ખાસ આડઅસર તેમને જોવા મળી નથી. રવિવારે સાંજે માથામાં દુઃખાવાની ફરિયાદ હતી. જેના માટે તેઓએ દવા લીધી હતી અને તેમને સારું થઈ ગયું હતું. જેને કોઈ ખાસ આડઅસર ગણી શકાય નહીં. સામાન્ય રીતે રૂટિન લાઈફમાં પણ માથું દુઃખે છે તેવી રીતે આ દુઃખાવો જણાયો હતો.

    ગત શનિવારથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં રસીકરણનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં પ્રથમ દિવસે 13274 કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી હતી. જેમા અત્યાર સુધીમાં કોઈના પણ આડઅસર જોવા મળી નથી. શનિવારે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 161 રસીકરણ કેન્દ્રો પર વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ રસીકરણની શરૂઆત સિનિયર તબીબોથી કરાઇ હતી જે અન્ય ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ટેકનિશિયન, વોર્ડ બોય, આયા અને સફાઇ કામદારો સુધીના તમામ કર્મચારીઓને રસીકરણ કરાયું હતું.લક્ષિત રસીકરણની સામે લગભગ 82 ટકા જેટલું લક્ષ્યાંક પ્રાપ્ત થઇ શક્યું હતું. એક સેન્ટર પર 100 વ્યક્તિઓને વ્યક્તિમાં આપવાની વ્યવસ્થા કરાઇ હતી પરંતુ અમદાવાદમા મોટાભાગના વેક્સિંગ સેન્ટર પર 60% વેક્સિનેશન થયું ન હોવાનું જોવા મળ્યું હતું. શનિવારે અમદાવાદમાં ટોટલ 20 સેન્ટરો પર 2000 વેક્સિન આપવાની વ્યવસ્થા સામે માત્ર 1115 હેલ્થવર્કર્સે વેક્સિન લીધી હતી.


Download Our B K News Today App



Related News