અમદાવાદના સરદારનગર વિસ્તારમાં એક મહિલા નશાકારક પ્રવાહીમાંથી તાડી બનાવીને તેનું વેચાણ કરતી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-10 16:10:52
  • Views : 102
  • Modified Date : 2023-12-10 16:10:52

  રાજ્યમાં અવારનવાર નશાકાર પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે આવી વધુ એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી PCBએ નશાકારક પ્રવાહી ઝડપી પાડ્યું છે.જેમાં એક મહિલા આરોપીની પણ ધરપકડ કરી લેવાઇ છે. આ મહિલા પાસેથી દાણાદાર કેમિકલ મળી આવ્યું છે. આરોપી મહિલા નશાકારક પ્રવાહીમાંથી તાડી બનાવીને તેનું વેચાણ કરતી હતી.જો કે PCBને બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન નશાકારક કેમિકલ જપ્ત કરીને મહિલાને ઝડપી લેવાઇ છે.અને વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.તો બીજી તરફ રાજકોટના વિંછીયાના પાટીયાળી ગામે SOG અને જસદણ પોલીસના દરોડા પાડ્યા હતા.જેમાં ગાંજાના છોડ પકડાયા હતા.જસદણના બે અને વિંછીયાના એક ખેતરમાંથી કુલ 200 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. તો ત્રણેય જગ્યાએથી મળીને કુલ 21 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ SOG અને જસદણ પોલીસે ગાંજાનું વાવેતર કરતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News