અમદાવાદના જમાલપુરમાં AMCનું વાહન ભૂવામાં ગરકાવ થતા બચ્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-01 15:36:26
  • Views : 114
  • Modified Date : 2023-07-01 15:36:26

 ચોમાસાના આરંભ સાથે જ અમદાવાદમાં ભૂવા પડવાનો સીલસીલો પણ શરુ થઇ ગયો છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં વિશાળકાય ભૂવો પડ્યો છે. જમાલપુરમાં કાચની મસ્જિદ નજીક મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે. ભૂવો પડવાની ઘટના CCTVમાં કેદ થઇ છે. આ ઘટનામાં AMCનું વાહન ભૂવામાં ગરકાવ થતું બચ્યું છે. મુખ્ય માર્ગ પર ભૂવો પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. અમદાવાદમાં ભૂવો પડવાની આ પહેલી ઘટના નથી. આમ તો ચોમાસા પહેલા જ અમદાવાદમાં ભૂવો પડવાની ઘટના શરુ થઇ ગઇ છે. ત્યારે અમદાવાદમાં વધુ ભૂવા પડવાનું શરુ થયુ છે.

Download Our B K News Today App



Related News