અમદાવાદમાં શનિવાર રવિવારે મોલ બંધના ડરથી ખરીદી માટે લોકો ઉમટી પડ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 16:11:04
  • Views : 255
  • Modified Date : 2021-03-19 16:11:04

    અમદાવાદ અને સુરતમાં શનિવાર અને રવિવારે સિનેમાગૃહો અને મોલ બંધ રાખવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. આવી આંશિક લોકડાઉન જેવી સ્થિતિને જોઈને લોકો ખરીદી કરવા માટે મોલમાં ઉમટ્યા છે. શહેરમાં આવેલા ડી-માર્ટ, નેશનલ હેન્ડલુમ અને રિલાયન્સ માર્ટ જેવા મોલમાં લોકોનો ઘસારો વધારે જોવા મળી રહ્યો છે. લોકોને ભય છે કે સરકાર દ્વારા જો કોઈ નિર્ણય લેવામાં આવે તો તેઓ ને આવનારા દિવસોમાં તકલીફ ન પડે તે માટે અત્યારે જ ખરીદી કરી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સિટી ટ્રાન્સપોર્ટેશન, બાગબગીચા અને ફરવાલાયક સ્થળો જેવી જગ્યાઓ લોકો માટે બંધ કરી દેવામાં આવી છે.


    લોકો આવા સુપરમોલમાંથી એક વીકની બદલે 2-3 વીકનું કરિયાણું એક સાથે જ ખરીદી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે આ મોલમાં તમામ વસ્તુ મળી રહે છે, જેથી તેઓની ખરીદી પણ વધી રહી છે. હવે આ સુપરમોલ કાલથી 2 દિવસ માટે બંધ રહેશે. જેથી તેઓએ આજે વધારે ભીડ ન થાય તે માટે વ્યવસ્થા ઉભી કરી છે. સાથે તેઓએ બીલિંગ કાઉન્ટર પર પણ કેશિયરને પણ PPE કીટ પહેરાવી છે.

    રાજ્ય સરકાર દ્વારા પણ લોકો કોઈ અફવાનો ભોગ ન બને તે માટે સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, સરકાર લોકડાઉન અંગે કોઈ વિચારણા નથી કરી રહ્યું પરંતુ જે રીતે અમુક સુવિધાઓને અનિશ્ચિત મુદ્દત સુધી બંધ કરવામાં આવી છે તેને લઈને લોકો ચિંતિત છે. આ સાથે જે રીતે કેસ વધી રહ્યા છે. તેને લઈને રાજ્ય સરકાર દ્વારા અનેક વિષય પર ચર્ચા કરવામાં આવી રહી છે. દરેક મહાનગરો માં કોરોના ની સ્થિતિ ને નિયંત્રિત કરવા સચિવોને પણ ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.


    અમદાવાદ શહેરમાં કોરોનાને કાબુમાં લેવા માટે 18મી માર્ચે ખાસ અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં શુક્રવારથી અમદાવાદ શહેરમાં ફર્ફ્યૂનો સમય રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે શનિવારે અને રવિવારે ખાનગી મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં બેડ, હોસ્પિટલની સંખ્યા અને પેરામેડિકલ સ્ટાફ, દવાઓ, ટેસ્ટિંગ અને રસીકરણ અંગે પણ ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજ્ય સરકારે વડોદરા, સુરત, રાજકોટની સાથે અમદાવાદમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કર્યો હતો.

    રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવોને તાકીદના ધોરણે આ શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ(તેઓ આ કામગીરી લાંબાસમયથી કરી રહ્યા છે), શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણા સચિવ (ખર્ચ) મિલીન્દ તોરવણેને વડોદરા તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર એન. થેન્નારસનને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે.

    કોરોનાની બીજી લહેરની એન્ટ્રી વચ્ચે ચાર મહાનગરપાલિકામાં નાઈટ કર્ફ્યૂનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. કોરોનાના કેસ બેકાબૂ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના ખૌફને કારણે ગુરુવારથી શહેરના તમામ બાગ-બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના કાંકરિયા લેક તેમજ ઝૂ પણ બંધ કરવામાં આવ્યાં છે. કોર્પોરેશનના 273 ગાર્ડન આજથી બંધ કરી દેવાયા છે, જેથી હવે મોર્નિંગ વૉક કરનાર પણ હેરાન થશે.


Download Our B K News Today App



Related News