ગયા વર્ષના લોકડાઉન યુગની જેમ કન્ટ્રોલ કોરોના માટે અમદાવાદ પોલીસ ફરીથી એક્શન મોડમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 16:31:02
  • Views : 303
  • Modified Date : 2021-03-18 16:31:02

    રાજ્યમાં કોરોનાં વધતા હવે રાત્રિ કર્ફ્યૂનો સમય વધારી દેવામાં આવ્યો છે. કોરોનાનો ગ્રાફ વધ્યો તે પહેલાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા મનમાની કરતા હતા. જેના પરિણામે સરકારે નિયમ લાવવા પડ્યા અને હવે તેનું પાલન પોલીસ દ્વારા કરાવવું પડે છે. ગયા વર્ષે જેવી રીતે કડકાઈથી પોલીસે લોકડાઉનનું પાલન કરાવ્યું તેવી જ રીતે હવે કર્ફ્યૂ અને કોરોના ગાઈડલાઈનનું પોલીસ કડક રીતે પાલન કરાવશે.

    સેક્ટર 1 જેસીપી આર.વી અસારીએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. તેનું સંપૂર્ણપણે પાલન કરાવવા માટે તમામને સૂચના આપી છે. નવી જે ગાઈડલાઈન આવે તેનું પણ પાલન કરાવવા માટે જાણ કરી છે. રાત્રિ કર્ફ્યૂનો પણ કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. માસ્ક ન પહેરનાર અને કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરાવવામાં આવશે.

    માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અંગે તેઓએ જણાવ્યું હતું કે, મોટા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રીતે પોલીસ બંદોબસ્ત જો કન્ટેનમેન્ટ ઝોન માટે માગવામાં આવશે તો આપવામાં આવશે.રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. સરકારે કોરોનાને કાબુમાં લેવા હવે એક્શન શરૂ કરી દીધી છે. કોર્પોરેશન દ્વારા તમામ બગીચા, રિવરફ્રન્ટ, AMTS અને BRTS બંધ કરી દીધા છે ત્યારે હવે પોલીસ પણ કોરોનાને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળી કામગીરી શરૂ કરી છે. લોકડાઉન સમયે જે રીતે પોલીસે સતત લોકોને કોરોનાથી બચાવવા કામગીરી કરી હતી તેમ હવે ફરી એક્શન મોડમાં આવી છે.


Download Our B K News Today App



Related News