ગુજરાતમાં ત્રણ વર્ષમાં ઇશ્યૂ થયેલી દારૂની 31499 પરમિટમાંથી ત્રીજા ભાગની અમદાવાદ જિલ્લામાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 12:24:41
  • Views : 277
  • Modified Date : 2021-03-12 12:24:41

    રાજ્ય સરકારે દારૂબંધીનો કાયદો વધુ કડક બનાવ્યો છે અનેે હજુ પણ દારૂબંધીનો કડક અમલ યથાવત રહેશે તેવી જાહેરાત વિધાનસભામાં પણ કરી છે ત્યારે સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં 31,499 લોકોને દારૂ પીવાની સત્તાવાર પરમિટ આપી હોવાના આંકડા ખુદ સરકારે વિધાનસભામાં રજૂ કર્યા છે.

    કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં સરકારે આપેલી માહિતી મુજબ પરમિટ ચાર્જ પેટે સરકારને ત્રણ વર્ષમાં 19.10 કરોડની આવક થઈ છે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 9226 પરમિટ અપાઇ છે. અમદાવાદ શહેરમાં 2024 પરમિટ અપાઇ છે. પોરબંદરમાં 1529 પરમિટ ઇશ્યુ કરાઇ છે.

* નવી પરમિટ અને રિન્યુઅલ બદલ સરકારને ત્રણ વર્ષમાં 19.10 કરોડની આવક થઇ

જિલ્લોઇશ્યુ થયેલી પરમિટઆવક
અમદાવાદ92266,34,19,850
ગાંધીનગર95771,64,500
સુરત57432,59,86000
તાપી271,78,600
ભરૂચ92577,83,500
વડોદરા30492,23,70,500
ભાવનગર73918,03,000
નવસારી1136,52,600
રાજકોટ28361,69,55,100
વલસાડ1694,95,000
ડાંગ29,000
નડિયાદ29521,46,100
આણંદ91264,71,350
નર્મદા391,65,00
ગોધરા1247,39,000
સાબરકાંઠા834,55,000
બનાસકાંઠા26716,91,350
પાટણ1098,58,400
મહેસાણા35916,44,000
દાહોદ603,97,050
કચ્છ139977,77,400
જામનગર96051,63,350
જૂનાગઢ31318,40,000
અમરેલી855,41,000
પોરબંદર152979,46,000
સુરેન્દ્રનગર38424,61,050
અરવલ્લી291,89,000
મોરબી23313,72,650
દે.દ્વારકા2449,06,800
ગીર સોમનાથ1334,52,000
બોટાદ623,49,000
મહિસાગર181,34,100
છોટાઉદેપુર765,09,500
કુલ3149919,10,26,750

    રાજ્ય સરકાર ગુજરાતના રહેવાસી હોય તેને માત્ર આરોગ્યના કારણોસર મેડિકલ બોર્ડની ભલામણ બાદ લિકર પરમિટ આપે છે. દારૂબંધીનો કાયદો કડક કર્યા બાદ સરકારે લિકર પરમિટનું નામ બદલીને સ્વાસ્થ્ય પરમિટ કર્યું છે. પરમિટ પર નિયંત્રણને બદલે તેમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો હોવાનું ખુદ સરકારે રજૂ કરેલા આંકડા પરથી જણાય છે.


Download Our B K News Today App



Related News