અમદાવાદમાં કોરોનાનો ગ્રોથ 1000 ટકાને પાર, એક જ મહિનામાં દૈનિક કેસની સંખ્યા 40થી વધીને 500એ પહોંચી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-25 12:16:42
  • Views : 244
  • Modified Date : 2021-03-25 12:16:42

    શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણથી લોકોમાં ફરી એકવાર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત 5 દિવસથી દરરોજ 500ની આસપાસ પોઝિટિવ દર્દીઓ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સાથે જ માત્ર એક જ મહિનામાં અમદાવાદમાં કોરોનાનો દૈનિક ગ્રોથ 1000 ટકાને પાર થયો છે. ગત મહિને શહેરમાં માત્ર 40ની આસપાસ કેસ નોંધાતા હતા. પરંતુ હાલની સ્થિતિમાં કેસની સંખ્યા ડબલ કરતા પણ વધી ગઈ છે. સાથે જ ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા પણ ઘટી છે. અમદાવાદ બાદ સૌથી વધુ કોરોનાનું સંકટ સુરત પર જોવા મળ્યું છે.

    માર્ચ 2019માં રાજ્યમાં જ્યારે કોરોના સંક્રમણની શરૂઆત થઈ ત્યારે અમદાવાદમાં સૌથી વધુ સંકટ હતું. તે સમય અન્ય શહેરોની સરખામણીએ સૌથી વધુ કેસ તેમજ મોતની સંખ્યા અમદાવાદમાં નોંધાઈ હતી. આ સ્થિતિમાં સ્થાનિકોએ વેપાર-ધંધાની સાથે માનસિક રીતે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. જોકે ગત જાન્યુઆરીથી અમદાવાદમાં નવા કેસ તેમજ મોતની સંખ્યા ના બરાબર થઈ હતી. પરંતુ હવે ફરીથી કોરોનાનું કહેર અમદાવાદ પર વરસી રહ્યું છે. કેસમાં અચાનક વધારો થવા પાછળ જનતા ચૂંટણી તેમજ મેચમાં દર્શકોને ભેગા કરવાની મંજૂરી આપનાર સરકારને માને છે.

    સંક્રમણમાં ઘટાડો થતા સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂમાં જેમ ધીરે-ધીરે છૂટછાટ આપવામાં આવી તેમ જ મોટી સંખ્યામાં લોકો હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ખાણી-પીણી સહિતમાં ભીડ કરતા નજરે પડ્યા હતા. જ્યાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો સૌથી વધુ ભંગ થતો જોવા મળ્યો હતો. સાથે જ પોલીસની પણ કેટલાક વિસ્તારોમાં બેદરકારી જોવા મળી હતી. રાત્રિ કર્ફ્યૂ જોવા છતા કેટલાક વિસ્તારોમાં લોકો બેફામ ફરતા હોય છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ તમામ બાબતો કોરોના સંક્રમણ વધારવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી રહી છે.


Download Our B K News Today App



Related News