અમદાવાદમાં AMCની ઉલટી ગંગા વહી, રસ્તાઓ પહોળા કરવાના બદલે સાંકડા થઇ રહ્યાં છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 14:50:52
  • Views : 68
  • Modified Date : 2024-03-02 14:50:52

અમદાવાદમાં દિવસે દિવસે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ તરફ વાહનોની સંખ્યાને ધ્યાનમાં લઈને રોડ ની ડીઝાઈન બનાવવામાં આવે છે ત્યારે અમદાવાદના અનેક રસ્તાઓ હવે વાહનોની સંખ્યાને આધારે નહીં પરંતુ નવા લૂક સાથે સાંકડા બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના શાહીબાગ અન્ડર બ્રીજ થી ડફનાળા સુધીનો જે સૌથી પહોળો રસ્તો હતો તેને હવે સાંકડો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. અમદાવાદના શાહીબાગ અંડર બ્રિજથી ડફનાળા ચાર રસ્તા તરફ જઈ રહેલો આ રસ્તો કે જે પહેલા ખૂબ રસ્તો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો ભૂતકાળમાં ભાગ્ય જ જોવા મળતા હતા. જોકે હવેત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આ રસ્તાને મોડીફાઇડ કરવામાં આવી રહ્યો છે. પહેલા આ રોડ 34.03 ફૂટનો હતો જે હવે 24.09 ફૂટનો રોડ બનશે. આ સાથે જૂની ફૂટપાથ 4.2 ફૂટની હતી તો નવી બનાવી 9.5 ફૂટની એટલે કે કુલ ફૂટપાથ 13.7 ફૂટની તૈયાર કરાઈ છે. આ તરફ જે ફૂટપાથ હયાત હતી તે નથી ડબલ ફૂટપાથ અત્યારે તૈયાર કરવામાં આવી છે. જેના કારણે રસ્તો ખૂબ જ સાંકડો થઈ ગયો છે. જે બાબતે સ્થાનિકોએ પણ અને એક વખત મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. જેને લઈ હવે હાલ કામ બંધ કરી દીધું હોવાનું વિગતો AMC તરફ થી પ્રાપ્ત થઈ રહી છે. મહત્વનું છે કે, રસ્તો સાંકડો હોવાને કારણે મોટા વાહનોને યુ ટર્ન લેવામાં તકલીફ પડી રહી છે.અમદાવાદ RTOના ડેટા પ્રમાણે વર્ષ 2000-2001 દરમિયાન 55,76,040 વાહનો રસ્તા પર દોડતા હતા ત્યારે આજે 24 વર્ષ બાદ અમદાવાદ ના રોડ પર 2 કરોડ, 25 લાખ 20 હજાર 277 નોન ટ્રાન્સપોર્ટ વાહનો અમદાવાદ RTO માં નોંધાયા છે. આમ જે રીતે અમદાવાદમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે રોડ રસ્તાઓ પહોળા થવાને બદલે સાંકડા થઈ રહ્યા હોવાના દર્શ્યો અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વાહનોની સંખ્યા અને ટ્રાફિકને ધ્યાનમાં લઈને અમદાવાદ પોલીસ દ્વારા અનેક આયોજન કરવામાં આવે છે. ટ્રાફિક હળવો થાય એ માટે થોડો દિવસ પહેલા જ ટ્રાફિક DCP સફિક હસનને બેંગલોરમાં અભ્યાસ માટે મોકલ્યા હતા પણ હવે ક્યારે અમદાવાદમાં ટ્રાફિક ની સમસ્યાનો અંત આવશે તે જોવું રહ્યું. 

Download Our B K News Today App



Related News